વાદળો ઘેરાયા, આવી રહી છે મેઘસવારી : 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 26 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં દોઢ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો. તો પંચમહાલના મોરવા હડપમાં એક ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો. ગાંધીનગર જિલ્લાના કલોલમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
ગુજરાતીઓ માટે હરખના સમાચાર એ છે કે, નૈઋત્યનું ચોમાસું ગુજરાતના કાંઠે પહોંચી ગયું છે. 24 કલાકમાં જ ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠેથી ચોમાસું પ્રવેશ કરી શકે છે. સૌરાષ્ટ્રના સાગરકાંઠાના વિસ્તારોમાં વાદળો ઘેરાયા છે. ગત વર્ષ કરતા આ વર્ષે ચોમાસું 12 થી 13 દિવસ વહેલું છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે.
સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર, હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ
નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી
નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી
સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી
નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર, હવેલી, અમરેલી, ગીર સોમનાથમાં આગાહી
નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી