ગુજરાતમાં કાલથી 7 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે; આ જિલ્લાઓ રહે એલર્ટ

Fri, 10 May 2024-7:22 pm,

હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજયમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે. ઉત્તર અરબસાગરમાં સક્રિય થયેલા ચક્રવાતની અસર વર્તાશે. 11મી મેથી વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના ગીરસોમનાથ, ભાવનગર, અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

14 તથા 15 મે સૌરાષ્ટ્રના બોટાદ,રાજકોટ,અમરેલી તથા ગીરસોમનાથમાં વરસાદ વરસી શકે છે. તમને જણાવી દઈએ કે ગુજરાત પાસે 4 સિસ્ટમ સક્રિય થઈ છે. જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ ઉપર અને સિસ્ટમ અરબસાગર ઉપર સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે.

અખાત્રીજના અવસર પર ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યો છે. આ વર્ષે ગુજરાતમાં સારો વરસાદ રહેવાની અને ચોમાસું વહેલું બેસી જવાની આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. 24મે સુધીમાં અંદમાન-નિકોબાર ટાપુમાં ચોમાસું બેસી જશે. ગુજરાતમાં મૃગશીષ નક્ષત્રમાં ચોમાસું બેસી જશે. ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વર્ષે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ 106 ટકા થવાની શક્યતા છે, ગુજરાતમાં 700 MM કરતા વધારે વરસાદ થશે.

અંબાલાલ પટેલે કહ્યું કે, આ વખતે વાદળોનો સમુહ સારો રહેવાની શક્યતા રહેશે. ગુજરાતમાં ચોમાસું મૃગશીર્ષ નક્ષત્રમાં બેસશે. 8 જૂનથી સમુદ્રમાં પ્રવાહો બદલાશે, ચોમાસાની શરૂઆત આંધી વંટોળ સાથે થશે. જોકે, જુનમાં નહિ પરંતુ જૂલાઈ ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતના ઘણા ભાગોમાં આ વર્ષે વરસાદ 106 ટકા સુધી વરસાદ થવાની શક્યતા છે. તો સમગ્ર ગુજરાતમાં 700 એમએમ કરતા વધારે વરસાદ થશે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે. 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, અખાત્રીજના દિવસે સવારે નૈઋત્યના પવનના સંકેત મળ્યા છે. આ સંકેત આપણા માટે સારા સંકેત બની રહ્યાં છે. જેનાથી વહેલું ચોમાસું બેસશે. મે મહિનાના અંતમાં જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે. બંગાળમાં ઉપસાગરમાં 16 મેથી મોટી હલચલ જોવા મળશે. 24 મે સુધી અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસું બેસી જશે. આ કારણે દક્ષિણ ભારતમાં ચોમાસું વહેલું આવશે. 

નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદારનાગર હવેલીમાં પવન સાથે વરસાદ રહેશે. 12મેના રોજ વરસાદની વાત કરીએ તો અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણમાં વરસાદ રહેશે. જ્યારે 13 મેના રોજ વરસાદની આગાહીમાં સુરત, નર્મદા, દાહોદ, વલસાડ, નવસારી, દમણ, દાદારાનાગર હવેલી, સાબરકાંઠા સહિત વરસાદ રહેશે. 

આવતીકાલથી રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે ગુજરાતના લગભગ 10 થી વધુ જિલ્લાઓમાં વરસાદ આવશે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ થશે. વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થતા લોકોને ગરમીથી રાહત મળશે. આવતીકાલે વીજળીના કડાકા સાથે ગુજરાતભરમાં હળવા વરસાદની આગાહી છે. જેમાં નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની શક્યતા છે. આગામી ચારથી પાંચ દિવસ હળવા વરસાદ રહેશે. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરશે. 

ત્રણ દિવસ બાદ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિશે આગાહી કરતા હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, રાજ્યમાં બે દિવસ લોકોને ગરમીથી કોઈ રાહત નહિ મળે. પરંતુ ત્રણ દિવસ બાદ પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થશે. ત્રણ દિવસ બાદ રાજ્યમાં વરસાદની આગાહી છે. રાજસ્થાન ઉપર બે, મધ્યપ્રદેશ ઉપર એક અને એક સિસ્ટમ અરબસાગર ઉપર સક્રિય થતા ગુજરાતમા વરસાદ આવશે. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી છે. 11 થી 13 મે સુધી રાજ્યમાં વરસાદ રહેશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link