Gujarat Rains: આ વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, 3 વરસાદી સિસ્ટમ સક્રિય

Fri, 07 Jul 2023-3:27 pm,

હવામાન વિભાગે જણાવ્યું છે કે, 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે 7,8 અને 9 જુલાઈએ મેઘરાજા ગુજરાતને ઘમરોળશે. 8 જુલાઈએ જૂનાગઢ અને સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો 10 જુલાઈએ ઉત્તર ગુજરાત માટે ભારે રહેશે. રાજ્યમાં 8 કલાકમાં 90 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જામનગરમાં સૌથી વધુ 4  ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે અમદાવાદના ધંધુકામાં 3.4 ઈંચ તો મહેસાણાના જોટાણામાં 2.68 ઈંચ વરસાદ પડ્યો છે. બીજી બાજુ રાજ્યમાં છેલ્લા 2 કલાકમાં 24 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં 1 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે, તો અન્ય 23 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની એક ભયાનક આગાહી પ્રમાણે, સુરત, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગરહવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ અને કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, જામનગર અને બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. જયારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સહિતના રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે.

આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 3 દિવસ સુધી તમામ તાલુકામાં વરસાદ વરસશે. આજે, આવતીકાલે અને 9 જુલાઈએ તમામ તાલુકામાં વરસાદની આગાહી કરાઈ છે. ત્રણ દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ આગાહી કરતા જણાવ્યું કે, આજથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સહિતના રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસ રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. હાલ અરબ સાગરમાં સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફ એક્ટિવ હોવાના કારણે ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ રહેશે. દરેક જગ્યાએ રાજ્ય સરકાર, માછીમારોને તમામ જગ્યાએ એલર્ટ માટે સૂચના આપવામાં આવ્યા છે. હાલમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેથી આજથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.   

સરદાર સરોવર નર્મદા ડેમનાં ઉપરવાસમાં પાણી ની સારી આવકમાં વધારો થતાં નર્મદા ડેમે 122.84 મીટર ની સપાટી વટાવી .જેનાં પગલે નર્મદા ડેમ ની જળ સપાટીમા 24 કલાક મા 38 સે.મી નો ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાના પગલે ઇન્દિરા સાગર અને તવા ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યાં છે. ત્યારે નર્મદા ડેમ માં ઉપરવાસ માંથી 23303 ક્યુસેક પાણી ની આવક થઈ રહી છે જેના કારણે ડેમ સપાટી માં વધારો થઈ રહ્યો છે. આજે સરદાર સરોવર નર્મદા ડેમની જે જળ સપાટી 122.84 મીટરે પહોંચી છે. 

સરદાર સરોવર નર્મદા ડેમના વીજ ઉત્પાદન નાં CHPHનું 1 પાવર હાઉસ યુનિટ ચાલુ કરી દેવામાં આવ્યું છે. આજે પણ સરદાર સરોવર નર્મદા ડેમમાં 1732 મિલિયન ક્યુબીક મીટર પાણીનો લાઈવ જથ્થો છે. જોકે આજે ડેમ 122.84 મીટરે પહોંચ્યો છે, ત્યારે નર્મદા ડેમ પર દરવાજા ન લાગ્યા હોત તો આજે નર્મદા ડેમ ઓવરફ્લો થતો પ્રવાસીઓને જોવા મળત કારણ કે ડેમના દરવાજા 121.92 મીટર એ લાગ્યા છે અને હાલ ડેમના દરવાજા સાથે 2 મીટર પાણી ભરાયેલ છે, ત્યારે હાલ આવનારા પ્રવાસીઓ પણ આ નઝારો જોઈ ખુશ થઈ રહ્યા છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link