Weird Job: કોન્ડોમ ટેસ્ટ કરવાનો અહીં ચૂકવાય છે તગડો પગાર, તો આ કામ માટે પણ લાગે છે લાંબી લાઈનો

Tue, 02 Nov 2021-6:51 pm,

માણસની હુંફને સૌથી મોટું સુખ માનવામાં આવે છે. જો તમારી પાસે કોઈ એવું વ્યક્તિ નથી જે તમને પ્રમનો અહેસાસ કરાવી શકે. તો હવે ચિંતા ના કરતા કેમ દુનિયામાં આવી પણ નોકરી છે જેમાં બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ ભાડે મળી શકે. એક કલાકના 8  હજાર રૂપિયા ચૂકવીને તમે પ્રેમ આપી શકે તેવા વ્યક્તિની શોધ કરી શકો છો. આ સર્વિસ ઘણી બધી કંપનીઓ આપે છે. જેમાં એવું વાતાવરણ આપવામાં આવે છે જેમાં ગ્રાહકને સુરક્ષિત ફિલ થાય.

જો તમને લાઈનમાં ઊભા રહેવું પસંદ હોય તો તમારા માટે નોકરીની તક છે. આ નોકરી એવી છે જેમાં તમારે માત્ર લાઈનમાં જ ઊભા રહેવાનું છે. એક સપ્તાહના 70 હજાર પગાર ચૂકવી પ્રોફેશનલ લાઈન સ્ટેન્ડરને નોકરી પર રાખવામાં આવે છે. જેમાં કોઈ પણ વસ્તુ કે ટિકિટ માટે લાઈનમાં ઊભા રહેવાનો સમાવેશ થાય છે.

ઓસ્ટ્રેલિયામાં ડ્યુરેક્સ ક્ંપની કોન્ડોમ ટેસ્ટર માટે તગડો પગાર ચૂકવે છે. કંપની 200 જેટી પોસ્ટ કોન્ડોમ ટેસ્ટરની ભરે છે. જેમમાં એક કોન્ડોમના ટેસ્ટ કરવા માટે 4 હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે. જેમાં નોકરી કરનારે કોન્ડોમનો ઉપયોગ કરવાનો રહે છે.

જો તમને આઈસ્ક્રીમ ખુબ જ પસંદ હોય તો તમને સરળતાથી નોકરી મળી શકે છે. આ નોકરીમાં તમારે અલગ અલગ પ્રકારના આઈસક્રીમનો ટેસ્ટ કરી તેનું નામ આપવાનું હોય છે. ઘણી આઈસક્રીમ કંપનીઓ આવી નોકરી માટે લોકોની ભરતી કરે છે.

આ નોકરી આળસુ લોકો માટે છે. જેમાં તમને ઊંઘવા માટે પર રૂપિયા મળે છે. નાસા જેવી સંસ્થા પ્રોફેશનલ સ્લીપરને ભાડે રાખે છે. આવા લોકો પર તેઓ સાયન્ટિફિક ટેસ્ટિંગ કરે છે. જેના માટે લોકોને સારા એવા રૂપિયા પણ ચૂકવે છે. એક વર્ષ ઊંઘવાના 40 લાખ રૂપિયા સુધી ચૂકવવામાં આવે છે.

આ તમામ નોકરી ઓ માટે પણ કેટલાક માપદંડ હોય છે. જેમાં કંપની કે નોકરી પર રાખનારીની જરૂરિયાત પર  આધાર હોય છે. જરૂરિયા મુજબના ગુણ હોય તો તમને પણ આવી નોકરીઓ મળી શકે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link