કૈફીનથી ભરપુર આ 4 ડ્રિંક્સ પીવાથી વધે છે Heart Attack નું રીસ્ક, તમે તો નથી પીતાને આમાંથી કોઈ ?

Fri, 29 Sep 2023-4:19 pm,

આજકાલ યુવાનોમાં એનર્જી ડ્રિંક પીવાનો ક્રેઝ વધી રહ્યો છે, જો તમે એક ગ્લાસ એનર્જી ડ્રિંક પીવો તો તેના વડે શરીરમાં 85 મિલિગ્રામ કેફીન જશે. જે ડેન્જર લેવલમાં આવે છે. 

કોફીમાં ભરપુર પ્રમાણમાં કેફીન હોય છે. તેનાથી અચાનક બ્લડ પ્રેશર વધી શકે છે અને તે લાંબા ગાળે હૃદય રોગનું કારણ બને છે.  કોફીના એક કપમાં 60 મિલિગ્રામ કેફીન હોય છે. 

ભારતમાં કરોડો લોકોના દિવસની શરૂઆત ચાથી થાય છે.  એક કપ ચામાં 14 થી 60 મિલિગ્રામ કેફીન હોઈ શકે છે. લોકો દિવસમાં ઓછામાં ઓછા 2થી 3 કપ ચાના પીતા હોય છે. 

દેશમાં લોકો સોફ્ટ ડ્રિંક્સનું સેવન પણ વધારે પ્રમાણમાં કરે છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. બાળકોથી લઈને વૃદ્ધો પણ સોફ્ટ ડ્રિંક્સ ઉત્સાહથી પીવે છે પરંતુ તેમાં શુગરની સાથે કેફીન પણ વધારે હોય છે જે ડાયાબિટીસ અને હાર્ટ એટેકનું જોખમ વધારે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link