Team India: સંન્યાસ લેવા મજબૂર થયા હતા ભારતના આ 5 ક્રિકેટર્સ, ના મળ્યું કોઈ સન્માન
મહેન્દ્ર સિંહ ધોનીએ ભારતીય ટીમને ઘણી ઐતિહાસિક ક્ષણો આપી. ધોનીની કેપ્ટનશીપમાં ભારતે આઇસીસી વર્લ્ડ ટી-20 (2007), ક્રિકેટ વર્લ્ડ કપ (2011) અને આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી (2013) નો ખિતાબ જીત્યો છે. આ ઉપરાંત ભારત 2009 માં પહેલી વખત ટેસ્ટમં નંબર એક બન્યું હતું. ડિસેમ્બર 2014 માં ધોનીએ ટેસ્ટ ક્રિકેટથી અચાનક સંન્યાસની જાહેરાત કરી હતી. ત્યારબાદ ધોનીએ 15 ઓગસ્ટ 2020 ના વનડે અને ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી પણ સંન્યાસ લઈ લીધો હતો. ભારતને આટલી સફળતા અપાવ્યા બાદ ધોની વિદાય મેચના સન્માનની હકદાર હતો. પરંતુ તેના માટે એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી.
વિરેન્દ્ર સહેવાગે ભારત માટે 107 ટેસ્ટમાં 49.34 ની સરેરાશથી 8568 રન બનાવ્યા જેમાં 23 સદી અને 32 ફિફટી સામેલ છે. તેનો બેસ્ટ સ્કોર 319 રનનો હતો. વીરુએ 251 વન-ડેમાં 8273 રન બનાવ્યા માં 15 સદી અને 38 ફિફ્ટી સામેલ છે. આ ફોર્મેટમાં વીરૂનો બેસ્ટ સ્કોર 219 રનનો છે. આ ઉપરાંત 19 ટી-20 મેચમાં વીરૂએ 394 રન બનાવ્યા, જેમાં 68 રનનો તેનો હાઈએસ્ટ સ્કોર રહ્યો. વિરેન્દ્ર સહેવાગે વર્ષ 2015 માં ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું હતું પરંતુ તેને વિદાય મેચનું સન્માન મળ્યું નહી.
ગૌતમ ગંભીરે વર્ષ 2018 માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. પરંતુ તેમને વિદાય મેચનું સન્માન મળ્યું નહીં. ગૌતમ ગંભીર પાકિસ્તાનની સામે 2007 ટી20 વર્લ્ડ કપ અને શ્રીલંકા સામે 2011 વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ મેચના હીરો રહ્યા હતા. તેમણે આતંરરાષ્ટ્રીય કરિયરમાં 58 ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું અને 41.95 ની સરેરાશથી 4154 રન બનાવ્યા, જેમાં 9 સદી સામેલ છે. ગંભીરે 147 વન-ડે ઇન્ટરનેશનલમાં 39.68 ની સરેરાશથી 5238 રન બનાવ્યા. જેમાં 2011 વર્લ્ડ કપ ફાઈનલની તે 97 રનની યાદગાર ઇનિંગ છે, જેના કારણે ભારતે બીજી વખત વર્લ્ડ કપ પર કબજો જમાવ્યો હતો. વન-ડેમાં તેમણે 11 સદી ઇનિંગ રમી હતી. ગંભીરે ટી-20 આંતરરાષ્ટ્રીય મેતમાં પણ પોતાની છાપ છોડી. તેમણે 37 મેચમાં સાત ફિફ્ટીની મદદથી 92 રન બનાવ્યા, જેમાં તેમની સરેરાશ 27.41 ની રહી હતી.
રાહુલ દ્રવિડે વર્ષ 2012 માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દમરિયાન ખરાબ પ્રદર્શન બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું હતું. ટીમ ઇન્ડિયા તરફથી માત્ર બે એવા બેટ્સમેન છે, જેમણે ટેસ્ટ અને વન-ડે બંનેમાં 10,000 થી વધારે રન બનાવ્યા છે. સચિન તેડુલકર ઉપરાંત દ્રવિડે ટેસ્ટમાં 13,288 રન બનાવ્યા છે. જેમાં 36 સદી અને 63 ફિફ્ટી સામેલ છે. વન-ડેમાં દ્રવિડે 10,889 રન બનાવ્યા છે. જેમાં તેમની 12 સદી સામેલ છે. ફિલ્ડર તરીકે સૌથી વધુ કેચ પકડનારનો વર્લ્ડ રેકોર્ડ દ્રવિડના નામે છે. તેમણે 310 ઇનિંગમાં 210 કેચ પકડ્યા છે. ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર દ્રવિડે કોચિંગ ક્ષેત્ર તરફ પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યું, પરંતુ તેમન વિદાય મેચનું સન્માન મળ્યું નહીં.
ટીમ ઇન્ડિયાના મહાન ફાસ્ટ બોલર ઝહીર ખાને વર્ષ 2017 માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. પરંતુ તેને વિદાય મેચનું સન્માન મળ્યું ન હતું. ડાબા હાથના ફાસ્ટ બોલર ઝહીર ખાને લાંબા સમય સુધી ભારતીય ફાસ્ટ બોલિંગ આક્રમણની લગામ સંભાળી હતી. ઝહીર લાંબા સમયથી ઇજાગ્રસ્ત હતો. જેના કારણે તેને ટીમ ઇન્ડિયાથી બહાર રાખવામાં આવ્યો હતો. ઝહીરે છેલ્લી ટેસ્ટ ફેબ્રુઆર 2014 માં ન્યુઝીલેન્ડ સામે રમી હતી, ત્યારે છેલ્લી વન-ડે ઓગસ્ટ 2012 માં શ્રીલંકા સામે પલ્લીકલમાં રમી હતી. ત્યારબાદ તેણે ટીમ ઇન્ડિયામાં વાપસી કરી નહીં. ઝહીર ખાને ભારત તરફથી કુલ 92 ટેસ્ટ મેચમાં 311 વિકેટ લીધી, જ્યારે 200 વન-ડે મેચમાં ઝહીરે કુલ 282 વિકેટ લીધી. આ ઉપરાંત 17 ટી-20 મેચમાં તેના નામે 17 વિકેટ છે. ઝહીરે ભારત તરફથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 600 થી વધારે વિકેટ લીધી છે.