High Cholesterol: 30 દિવસ નિયમિત પીશો આ 5 માંથી કોઈ એક વસ્તુ તો પણ કંટ્રોલમાં આવી જશે બેડ કોલેસ્ટ્રોલ
ટમેટામાં લાઇકોપીન નામનું પોષક તત્વો હોય છે જે શરીરમાં લિપિડ સ્તરને સુધારે છે. ટમેટાના રસમાં કોલેસ્ટ્રોલ ઘટાડે તેવા ફાઈબર અને નિયાસિન હોય છે. તેથી જો દરરોજ તમે એક ગ્લાસ ટમેટાનો રસ પીવો છો તો તેનાથી ફાયદો થાય છે.
બેરી સ્મૂધીમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફાઈબર્સ હોય છે જે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે.
ઓટ્સ એ એક પૌષ્ટિક આહાર છે જેમાં બીટા ગ્લુકેન્સ મળી આવે છે જે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે.
ગ્રીન ટીમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપુર પ્રમાણમાં જોવા મળે છે જે બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે અસરકારક છે.
સોયા મિલ્ક દ્વારા તમે બેડ કોલેસ્ટ્રોલ ઘટાડી શકો છો. તેનાથી હાર્ટ એટેકનું જોખમ પણ ઘટે છે. તમે રોજ 25 ગ્રામ જેટલું સોયા મિલ્ક લઈ શકો છો.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)