Bad Cholesterol ને શરીરમાંથી દુર કરે છે આ 5 વસ્તુઓ, નસેનસની થઈ જશે સફાઈ
અખરોટ, કાજુમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. સાથે જ તેમાં એવા ખનિજ તત્વો હોય છે જે હૃદયને સ્વસ્થ રાખે છે અને બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે.
આખા અનાજ પણ બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. આખા અનાજમાં ફાયબર હોય છે જે શરીરમાંથી કોલેસ્ટ્રોલ દૂર કરે છે.
લસણ દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે. લસણનો ઉપયોગ રસોઈનો સ્વાદ વધારવા માટે થાય છે. પરંતુ શું તમે જાણો છો કે લસણ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કારણ કે લસણ બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કામ કરે છે.
હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં લીલા શાકભાજી પણ મદદ કરે છે. તે શરીરમાં એકઠા થયેલા બેડ કોલેસ્ટ્રોલને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે.
સોયાબીન અને ટોફુ કોલેસ્ટ્રોલ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે. જો તમે દરરોજ સોયાબીનનું સેવન કરો છો તો બેડ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)