બોલિવૂડની આ 8 શાનદાર ફિલ્મો છે સત્ય ઘટના પર આધારિત, જોઈને રૂવાડાં થઈ જશે ઊભા
આ ફિલ્મની વાર્તા ઓપેરા હાઉસમાં થયેલી ચોરીને મળતી આવે છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક વ્યક્તિ નકલી CBI ઓફિસર બનીને જ્વેલરી સ્ટોરમાંથી કરોડોની ચોરી કરે છે.
ફિલ્મ ગેંગસ્ટર માયા દોલાસના જીવન પર બની છે. જેનું મુંબઈના લોખંડવાલા કોમ્પ્લેક્સમાં એન્કાઉન્ટર થયું હતું. એટીએસ ચીફ એ એ ખાને 16 નવેમ્બર 1991ના રોજ 400 પોલીસકર્મીઓ સાથે તેનું એન્કાઉન્ટર કર્યું હતું. આ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં વિવેક ઓબેરોયે અદ્ભુત કામ કર્યું હતું.
આ ફિલ્મમાં દાઉદ ઈબ્રાહિમ અને હાજી મસ્તાનના જીવન પર આધારિત છે. ફિલ્મમાં અંડરવર્લ્ડની દુનિયાને પડદા પર બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો હતો.
આ ફિલ્મ ટીવી પ્રોડ્યુસર નીરજ ગ્રોવરની હત્યા સાથે જોડાયેલી સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મનું નિર્દેશન રામ ગોપાલ વર્માએ કર્યું હતું.
આ ફિલ્મ આંધ્ર પ્રદેશના એક પ્રખ્યાત રાજનેતાના જીવન પર આધારિત છે, જેમાં વિવેક ઓબેરોયે મુખ્ય ભૂમિકા ભજવી હતી. રાજકારણમાં નેતાને કેવા પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે તે ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે.
આ ફિલ્મ દિલ્હીના બહુચર્ચિત જેસિકા લાલ મર્ડર કેસ પર આધારિત છે, જેમાં રાની મુખર્જી એક પત્રકારની ભૂમિકામાં છે જ્યારે વિદ્યા બાલન જેસિકા લાલની બહેનની ભૂમિકામાં છે.
આ ફિલ્મ વર્ષ 1993માં થયેલા મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ પર આધારિત છે. આ ફિલ્મનું નિર્દેશન અનુરાગ કશ્યપે કર્યું છે.
આ ફિલ્મની વાર્તા 1971માં થયેલા ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધની સાચી ઘટનાઓથી પ્રેરિત છે, જેનું નિર્દેશન જેપી દત્તાએ કર્યું હતું.