આ છે પ્રધાનમંત્રી મોદીના નવ રત્નો, તેમની સલાહ વગર એક ડગલું પણ નથી ભરતા PM
હાલના ગૃહમંત્રી અમિત શાહે 2014 અને 2019માં મોદી શાસન લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમિત શાહે ભાજપને મૂળથી મજબૂત બનાવી હતી. હાલમાં તેમને દેશને ગૃહમંત્રી તરીકે મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
વાજપેયી સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચુકેલા રાજનાથ સિંહ મોદી સરકારના મહત્વના રત્નોમાંથી એક છે. પહેલી મોદી સરકારમાં તેઓ ગૃહમંત્રી હતા જ્યારે આ કાર્યકાળમાં તેઓ રક્ષામંત્રી છે. રાજનાથ સિંહને રાજકારણનો લાંબો અનુભવ છે. તેઓ યૂપીના મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે. ભાજપ વિરોધી તત્વોને સમજાવવામાં અને સમસ્યાને હલ કરવામાં તેમની મુખ્ય ભૂમિકા રહી છે.
મહારાષ્ટ્રથી આવતા આ કદાવર નેતા હાલ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય સંભાળે છે. સાથે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી છે. 2009 થી 2013 સુધી તેઓ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. ABVPથી તેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહહાર અજીત ડોભાલ પીએમ મોદીના નવરત્નોમાંથી સૌથી ખાસ છે. પાકિસ્તાનમાં વર્ષો સુધી જાસૂસી કરી ચૂકેલા ડોભાલ આજે પીએમઓમાં રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા તમામ મામલાઓ પર અંતિમ મહોર લગાવે છે. પાકિસ્તાન પર જે સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી, તેની પાછળ પણ ડોભાલનો હાથ માનવામાં આવે છે.
પ્રધાનમંત્રી કાર્યાલયમાં કામ કરતા પી કે મિશ્રા મુખ્ય સચિવના પદ પર તહેનાત છે. તમામ મહત્વપૂર્ણ સરકારી પ્રોજેક્ટ અને જગ્યાઓમાં લોકોની તહેતાની કરવા પાછળ તેમનો હાથ હોય છે. જણાવવામાં આવે છે કે મિશ્રાના કારણે જ પીએમઓમાં બહારના અને મોટા લોકોની દખલ ઓછી થઈ છે.
ઝારખંડ કેડરના 1982 બેચના અધિકરી રાજીવ ગાબા કેબિનેટ સચિવ છે. કોરોના કાળમાં રાજીવ ગાબાએ રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે સંકલન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ખાસ કરીને લૉકડાઉન કેટલું અને ક્યા લગાવવું તેનું રાજ્યો સાથે સંકલન રાજીન ગાબાએ જ કર્યું હતું.
RBIના ગવર્નર શક્તિકાંત દાસ પ્રધાનમંત્રીના નજીકના લોકોમાંથી માનવામાં આવે છે. તેઓ RBIના શિર્ષ પદ પર બેસતા પહેલા પ્રધાનમંત્રી મોદીના આર્થિક મામલામાં સલાહકાર રહી ચુક્યા છે. પીએમઓ સાથે જોડાયેલા સૂત્રો અનુસાર નોટબંધ બાદ અર્થવ્યવસ્થાને પાટા પર લાવવામાં તેમણે મહત્વની ભૂમિકા નિભાવી હતી.
નીતિ આયોગના સીઈએ અમિતાભ કાંત પ્રધાનમંત્રી મોદીના નવ રત્નોમાંથી એક છે. મોદી સરકારે યોજના આયોગ ખતમ કરીને નીતિ આયોગ બનાવ્યું હતું. ડિજિટલ ઈન્ડિયા પહેલ અને ભીમ એપ બનાવવામાં અમિતાભ કાંતનું મોટું યોગદાન છે.
પૂર્વ વિદેશ સચિવ અને હાલના વિદેશ મંત્રી એસ જયશંકર પણ પ્રધાનમંત્રી મોદીની નજીકના લોકોમાંથી એક છે. વિદેશ સચિવ પદે રહેતા તેમણે અમેરિકા, ચીન, રશિયા જેવા દેશો સાથે ભારતના સંબંધો સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. મોદી સરકારની વિદેશ નીતિ બદલાવવામાં અને જૂની નીતિ બદલવામાં તેમની મહત્વની ભૂમિકા રહી છે.