Best Electric Scooter: આ છે દેશના ટોપ 5 ઈલેક્ટ્રિક સ્કૂટર, સિંગલ ચાર્જમાં આપશે 121km સુધીની ધરખમ માઈલેજ

Fri, 15 Oct 2021-2:36 pm,

આ યાદીમાં પહેલા નંબરે ઓલાનું S1 Electric Scooter આવે છે. તેની કિંમત 99999 નક્કી કરાયેલી છે. તે 121 કિમીની રેન્જ અને 90 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ સાથે આવે છે. આ ઈલેક્ટ્રિક સ્કૂટર પૂરેપૂરું ચાર્જ થવામાં પાંચ કલાકથી પણ ઓછો સમય લે છે. ઓલા સ્કૂટરનું S1 Pro મોડલ પણ આવે છે. જેની કિંમત 1 લાખ 30 હજાર રૂપિયા છે અને તેનાથી વધુ રેન્જ, ઝડપ અને અન્ય નવા ફીચર્સ સાથે આવે છે. 

હાલમાં જ Ampere ઈલેક્ટ્રિકે Magnus EX ઈ સ્કૂટર લોન્ચ કર્યું છે. અનેક ઈનોવેટિવ અને ઈમ્પ્રુવ્ડ ફીચર્સ સાથે મેગ્નસ ઈએક્સની એક્સ પુણે શોરૂમ કિંમત 68,999 રૂપિયા છે. Magnus EX બેસ્ટ ઈન ક્લાસ કમ્ફર્ટ અને પરફોર્મન્સ સાથે એકવાર ફૂલ ચાર્જ થયા બાદ 121 કિમી સુધીની માઈલેજ આપે છે. 

એથર એનર્જી ભારતમાં સૌથી ઝડપથી વધતા ઈવી સ્ટાર્ટઅપ્સમાંથી એક છે. આ બ્રાન્ડ ફક્ત દક્ષિણ ભારતીય શહેરો જેમ કે બેંગ્લુરુ અને ચન્નાઈમાં પોતાના સ્કૂટરને રજુ કરે છે. પરંતુ તે જલદી દિલ્હી અને મુંબઈ સહિત અન્ય શહેરોમાં પણ પોતાના વાહનોને લોન્ચ કરવાની યોજના ઘડી રહી છે. Ather 450X કંપનીનું પ્રમુખ ઈલેક્ટ્રિક સ્કૂટર છે. આ સ્કૂટર સિંગલ ચાર્જમાં 107 કિમીની ડ્રાઈવિંગ રેન્જ આપવામાં સક્ષમ છે. આ સ્કૂટરની કિંમત એક લાખ રૂપિયાથી શરૂ થાય છે. 

Bajaj Auto નું Chetak Electric Scooter શાનદાર લૂકવાળું એ સ્ટાઈલિશ સ્કૂટર છે. ચેતક કંપનીનું પહેલું ઈલેક્ટ્રિક સ્કૂટર છે જેને ગત વર્ષે લોન્ચ કરાયું હતું. ઈલેક્ટ્રિક સ્કૂટર ચેતક બે વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. એન્ટ્રી લેવલ Urbane વેરિએન્ટ અને ટોપ એન્ડ Premium વેરિએન્ટ. આ ઈ સ્કૂટરમાં એક  3.8kWનો પાવર અને 4.1kW પીક પાવર ઈલેક્ટ્રિક મોટર મળે છે. ફૂલ ચાર્જિંગ થયા બાદ આ સ્કૂટર ઈકો મોડમાં 95 કિમીની રેન્જ અને સ્પોર્ટ મોડમાં 85 કિમીનું અંતર કાપી શકે છે. 

ટીવીએસનું TVS iQube સ્કૂટર 2020ની શરૂઆતમાં રજુ કરાયું હતું. ટીવીએસનું આ સ્કૂટર ખુબ સારુ છે. તેમાં તમને 4.4 KW ની ક્ષમતાની ઈલેક્ટ્રિક મોટર મળે છે. આ સાથે જ એકવારના ફૂલ ચાર્જિંગમાં આ સ્કૂટર લગભગ 75 કિમી સુધી ચાલે છે. તેની સ્પીડની વાત કરીએ તો તેમાં 78 કિમી પ્રતિ કલાકની સ્પીડ અપાઈ છે. આ સાથે જ તે 6 BHP નો પાવર અને 140 NM નો ટોર્ક જનરેટ કરે છે. જો કિંમતની વાત કરીએ તો તેની ભારતીય બજારમાં કિંમત લગભગ 1.15 લાખ રૂપિયા છે. તે 4.2 સેકન્ડમાં જ 40 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link