પગથી લઈને માથા સુધી, આવા અજીબ tattoo બનાવડાવે છે લોકો, PHOTOS જોઈને ચોંકી જશો

Fri, 01 Jan 2021-4:33 pm,

આ ભાઈ છે આર્જેન્ટિનાના વિક્ટર હ્યુગો પોરાસ્ટા રોડ્રિગ્ઝ. આ ભાઈને શરીરનું એકપણ અંગ એવું નથી જ્યાં તેણે ટેટ્ટૂ ન કરાવ્યું હોય. આ ભાઈને ટેટ્ટૂનો એટલો ક્રેઝ છે કે દુનિયાના 80 જેટલા આર્ટિસ્ટ પાસે તેઓ ટેટ્ટૂ બનાવડાવી ચુક્યા છે. માથાથી લઈને પગની આંગળીઓ સુધી તેમના શરીર પર અજીબો ગરીબ ટેટ્ટૂ બનેલા છે. હાલમાં જ તેણે પોતાનું માથું મુંડાવીને તેના પર ટેટ્ટૂ કરાવતા ફરીથી ચર્ચામાં આવ્યા છે. 

ટેટ્ટૂ કરાવવા માટે વિક્ટરે પોતાની જીભ બે ભાગમાં કપાવી લીધી છે. વિક્ટરે પોતાના ચહેરા પર આટલા બધા ટેટ્ટૂ કરાવતા તેના ઘરના લોકો નારાજ થઈ ગયા હતા. એક સમયે તો તેને ઓળખવાનો પણ ઈનકાર કરી દીધો હતો. વર્ષ 2009માં વિક્ટરે પહેલું ટેટ્ટૂ બનાવડાવ્યું હતું.

હવે આ તસવીરને જુઓ. આ લોકોની ટેટ્ટૂની ઘેલછા અલગ જ સ્તરની છે. જેમાં સૌથી ડાબે જે ભાઈ દેખાઈ રહ્યા છે તેમણે પોતાનું નાક જ કપાવી નાખ્યું. કારણ તે તેમને સેતાન જેવું દેખાવું હતું. તેમણે પોતાના શરીર પર શિંગડા પણ નંખાવ્યા છે. ભાઈ બ્રાઝિલના છે અને પોતે પણ ટેટ્ટૂ આર્ટિસ્ટ છે. માઈકલ નામના આ ભાઈએ આખા શરીર પર ટેટ્ટૂ બનાવડાવ્યા છે અને શરીરના અનેક અંગોમાં ફેરફાર પણ કરાવ્યા છે. નાક રીમૂવ કરાવીને તેઓ ચર્ચામાં આવ્યા છે.

હવે આ ભાઈને જુઓ. આ ભાઈ જર્મનીના છે અને તેણે પોતાના કાન કઢાવી નાખ્યા છે. કારણ એટલું છે કે, તેઓ પોતાના ચહેરાને ખોપડી જેવો બતાવવા માંગતા હતા. 6 હજાર યૂરો કરતા વધુ ખર્ચ તેઓ ટેટ્ટૂ પર કરી ચુક્યા છે. સાંડ્રો નામના આ વ્યક્તિના આખા ચહેરા પર ટેટ્ટૂઝ છે. તેણે પોતાના માથા પર સ્પાઈક્સ પણ લગાવડાવ્યા છે. ટેટ્ટૂનો શોખ તેમને મુસીબત પણ કરાવી રહ્યો છે, કારણ કે તેના આવા દેખાવના કારણે તેને નોકરી નથી મળતી.  

આપણે અત્યાર સુધી જે લોકો જોયા તેમણે તો અજીબો-ગરીબ ટેટ્ટૂ કરાવડાવ્યા હતા. પરંતુ આ મહાશય તો અલગ જ છે. તેમણે પોતાના આખા શરીરનો રંગ બદલીને ટર્કોઈશ બ્લ્યૂ કરાવી દીધો છે. આ ભાઈનો દાવો છે કે તેમણે પોતાનો આત્મવિશ્વાસ વધારવા માટે આવું કર્યું છે.

શું તમને ખબર છે, આજકાલ લોકો તાળવામાં ટેટ્ટૂ કરાવી રહ્યા છે. જેને નામ આપવામાં આવ્યું છે સીક્રેટ ટેટ્ટૂ. કારણ કે આ ટેટ્ટૂ એવી જગ્યાએ છે જ્યાં લોકોને જલ્દીથી દેખાશે નહીં કે ખબર નહીં પડે. આવી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link