કિસીંગ સીનને કારણે ચર્ચાયુ ‘લવ આજકાલ’નું ટ્રેલર, આ તસવીરો જોઈ પસીનો છૂટી જશે

Sat, 18 Jan 2020-8:36 am,

ફિલ્મમાં બે લવ સ્ટોરી બતાવવામાં આવી છે. એક 1990ની છે, જ્યારે કાર્તિક સ્કૂલમાં હોય છે અને બીજી 2020ની છે.

કાર્તિકને સારા અલી ખાન સાથે પ્રેમ થઈ જાય છે, જેના માટે કરિયર બહુ જ મહત્વનું હોય છે. પરંતુ કાર્તિક તેના દિલમાં જગ્યા બનાવી લે છે. સ્કૂલના દિવસોની લવ સ્ટોરીમાં કાર્તિકનો લૂક બહુ જ ક્યૂટ લાગે છે, તો સારા અલી ખાનની વાત કરીએ તો તે ટ્રેલરમાં બહુ જ બોલ્ડ દેખાઈ રહી છે. આ લવ સ્ટોરીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે, જ્યારે સારા કહેતી દેખાઈ રહી છે કે, તે કરિયર અને કાર્તિકમાં તાલમેલ બેસાડી શક્તી નથી અને બંનેનો સંબંધ તૂટવાના કગાર પર આવી જાય છે.

આ ફિલ્મમાં કાર્તિકનું નામ વીર અને સારાનું નામ જોય છે. આ ઉપરાંત ફિલ્મમાં નવી એક્ટ્રેસ આરુષિ શર્મા પણ મુખ્ય ભૂમિકામાં છે, જેની સાથે કાર્તિકની 1990ની લવ સ્ટોરી બતાવવામાં આવી છે.

કરણ જૌહરના શોમાં સારા ખાને કહ્યું હતું કે, તે કાર્તિક આર્યનને ડેટ કરવા માંગે છે. લવ આજકાલના શુટિંગ દરમિયાન બંને મળ્યા હતા, અને બંને વચ્ચે મિત્રતા થઈ હતી. બંને હંમેશા સાથે ફરતા નજરે આવ્યા હતા. પરંતુ અચાનક બંનેની મિત્રતા અલગ જોવા મળી હતી. 

સારા અલી ખાન અને કાર્તિક આર્યનની ‘લવ આજકાલ’ ફિલ્મ આ વર્ષે વેલેન્ટાઈન ડે એટલે કે 14 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવા જઈ રહી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link