Rule Change: 1 ડિસેમ્બરથી બેંક ચાર્જ, LPG બુકિંગ સહિત અનેક મોટા નિયમો બદલાશે! તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

Mon, 29 Nov 2021-2:04 pm,

જો તમે SBI ના ગ્રાહકો છો અને એસબીઆઈ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હશો તો તમારા માટે આંચકાવાળા સમાચાર છે. આગામી મહિનેથી તમારા માટે ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવી વધુ મુશ્કેલ થઈ શકે છે. હવે ક્રેડિટ કાર્ડ દ્વારા દરેક ખરીદી પર તમારે 99 રૂપિયા પ્રોસેસિંગ ચાર્જ તરીકે અલગથી ટેક્સ ચૂકવવો પડશે. SBI એ જણાવ્યું કે 1 ડિસેમ્બર 2021થી તમામ મર્ચન્ટ EMI ની લેવડદેવડ પર પ્રોસેસિંગ ચાર્જ તરીકે 99 રૂપિયા વધુ ટેક્સ પેટે ચૂકવવા પડશે. 

વધતી મોંઘવારી વચ્ચે જનતાને વધુ એક ઝટકો લાગવાનો છે. 14 વર્ષ બાદ માચિસની ડબ્બીના  ભાવ બમણા થવા જઈ રહ્યા છે. હવે 1 ડિેસમ્બરથી તમને 1 રૂપિયામાં મળતી માચિસની ડબ્બી 2 રૂપિયામાં મળશે. છેલ્લા 2007માં માચિસના ભાવ વધ્યા હતા. માચિસ જેમાંથી બને છે તે કાચા માલના ભાવમાં વધારો થઈ ચૂક્યો છે. આથી માચિસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 

ડિસેમ્બરમાં ગેસ સિલિન્ડરના મોરચે તમને રાહત મળી શકે છે. સરકારી ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની સમિક્ષા કરે છે. આફ્રિકામાં કોરોના વાયરસનો નવો વેરિએન્ટ મળી આવ્યા બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો થયો છે. આવામાં આશા વ્યક્ત કરાઈ રહી છે કે એક ડિસેમ્બરથી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થઈ શકે છે. 

1 ડિસેમ્બરથી દેશની અન્ય મોટી બેંક પંજાબ નેશનલ બેંકના ગ્રાહકોને તગડો ઝટકો મળશે. ડિસેમ્બરના પહેલા દિવસથી જ બેંકે સેવિંગ્સ એકાઉન્ટમાં અપાતા વ્યાજમાં કાપ મૂકવાનો નિર્ણય લીધો છે. બેંકે સેવિંગ્સ બેંક એકાઉન્ટના વ્યાજદરોને વાર્ષિક 2.90 ટકાથી ઘટાડીને 2.80 ટકા કરવાનું નક્કી કર્યું છે. 

યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ને તમારા આધાર કાર્ડ સાથે 30 નવેમ્બર સુધીમાં લિંક કરવું જરૂરી છે. જો 30 નવેમ્બર સુધીમાં આધાર અને UAN લિંક ન કર્યું તો કંપની તરફથી આવનારા કન્ટ્રિબ્યૂશનમાં પરેશાની ઊભી થઈ શકે છે. આ ઉપરાંત જો તમે તમારું આધાર અને UAN ને લિંક નહીં કરો તો તમે EPF એકાઉન્ટથી પૈસા પણ નહીં કાઢી શકો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link