Coronavirus Signs: ફેફસાની સાથે આ અંગોને પણ પ્રભાવિત કરે છે કોરોના વાયરસ, આ સંકેતોને ઓળખો
કોરોના વાયરસ શ્વસન માર્ગમાં (રેસ્પિરેટરી ટ્રેક) પ્રવેશ કરે છે, કફ, ગળા અને શ્વાસની તકલીફ પેદા કરે છે, અને પછી વાયરસ ફેફસામાં પહોંચે તો ફેફસાના આરોગ્યને ગંભીર અસર કરે છે. આ વાયરસ શરીરના સ્વસ્થ કોષોમાં પ્રવેશ કરે છે અને તેની સંખ્યામાં વધારો કરવાનું શરૂ કરે છે. પરંતુ કોરોના વાયરસ ફેફસાં તેમજ શરીરના અન્ય ભાગોને નુકસાન પહોંચાડે છે. તેથી આ ચિહ્નોને અવગણશો નહીં.
હાર્વર્ડ હેલ્થ પબ્લિકેશન અનુસાર, જો લોહીમાં ટ્રોપોનિન એન્ઝાઇમનું સ્તર વધે છે, તો પછી હૃદયની ઈજા જાહેર થાય છે અને કોવિડ-19 ના ગંભીર રોગને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓના એક ક્વાર્ટરમાં આ સમસ્યા જોવા મળી હતી. જો હૃદયના ધબકારા અસામાન્ય બની જાય છે, ધબકારા તીવ્ર થવાનું શરૂ થાય છે, છાતીમાં દુખાવો અનુભવ થાય છે અને જો તમને ખૂબ થાક લાગે છે, તો પછી આ લક્ષણોને હળવાશથી ન લો, કારણ કે આ લક્ષણો કોરોના વાયરસના ઇન્ફેક્શનથી પીડિત લોકોમાં જોવા મળે છે.
કોરોનાને લગતા કેટલાક અહેવાલોમાં જાણવા મળ્યું છે કે કોવિડ-19 ના ઘણા દર્દીઓ વારંવાર માથાનો દુખાવો, ચક્કર આવવા, અસ્પષ્ટ દ્રષ્ટિ અને મૂંઝવણની લાગણી જેવા લક્ષણોની ફરિયાદ કરે છે. JAMA ન્યુરોલોજીમાં પ્રકાશિત થયેલા એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે 214 હોસ્પિટલમાં દાખલ કોવિડ-19 દર્દીઓમાંના ત્રીજા ભાગમાં ન્યુરોલોજી સંબંધિત લક્ષણો હતા. કોવિડ-19 ને કારણે ઘણા દર્દીઓમાં અલ્ઝાઇમર અને પાર્કિન્સન જેવા રોગો પણ જોવા મળે છે.
કિડનીના કાર્યથી સંબંધિત સમસ્યાઓ પણ કોરોનાથી સાજા થતાં દર્દીઓમાં જોવા મળે છે. કિડનીના કોષોમાં પ્રવેશ્યા પછી, વાયરસ ત્યાં તીવ્ર બળતરા પેદા કરે છે, જેના કારણે કિડનીની તંદુરસ્ત પેશીઓને ભારે નુકસાન થાય છે. આવી સ્થિતિમાં, કોવિડ-19 પછી યુરિનના આઉટપુટમાં ઘટાડો થવાના લક્ષણો પણ ઘણા દર્દીઓમાં જોવા મળે છે.
કોવિડ-19 રોગને લીધે શરીરમાં ગંભીર બળતરા થાય છે, જેના કારણે લોહીના ગંઠાઇ જવાની સમસ્યા પણ થઈ શકે છે. ખરેખર, આ વાયરસ શરીરમાં હાજર ACE2 રિસેપ્ટર્સથી પોતાને જોડે છે અને રક્ત વાહિનીઓથી એવું પ્રોટીન ઉત્પન્ન કરાવે છે જેનાથી બ્લડ ક્લોટિંગ એટલે કે લોહી ગંઠાઈ જવાનું કારણ બને છે. લોહીના ગંઠાવાની સમસ્યા ફક્ત ફેફસામાં જ નહીં પરંતુ શરીરના અન્ય ઘણા ભાગોમાં પણ જોવા મળી છે.
(નોંધ: કોઈપણ ઉપાય કરતા પહેલા હંમેશા નિષ્ણાત અથવા ડોક્ટરની સલાહ લો. Zee News આ માહિતીની જવાબદારીનો દાવો કરતું નથી.)