ડાયાબિટીસનો સંકેત હોઈ શકે છે ચામડીની આ સમસ્યા! ઈગ્નોર ના કરતા નહીં તો બની શકે છે ખતરનાક!

Tue, 26 Nov 2024-11:43 am,

શું તમે જાણો છો કે ત્વચાની ઘણી બિમારીઓ પણ ડાયાબિટીઝનું કારણ બની શકે છે. સાંભળીને ભલે અટપટું લાગે પરંતુ હેલ્થ એક્સપર્ટસ તેને લઈને સાવધાન રહેવાનું કહે છે. જોકે, ત્વચામાં ખંજવાળ અને લાલશ જેવી સમસ્યાઓ ઘણી સામાન્ય છે પરંતુ ઘણીવાર તેની અવગણના કરવી કે હલ્કામાં લેવું ભારે પડી શકે છે.

ડોક્ટરના મતે, ડાયાબિટીઝ જેવી ક્રોનિક બિમારીઓમાં ત્વચા સાથે જોડાયેલી બિમારીઓનો ખતરો પણ વધારે હોય છે. ડાયાબિટીઝના અમુક મામલામાં પણ ત્વચાની સમસ્યાઓ ગંભીર હોઈ શકે છે. એવામાં જો તમારું બ્લડ શુગલ લેવલ હંમેશા અનિયંત્રિત રહે છે તો સાવધાન થઈ જજો. જાણો ડાયાબિટીઝના દર્દીઓમાં ત્વચાની કઈ બિમારીનો ખતરો વધારે હોય છે.

- ઘાવ થતાં જ અલ્સર પણ હોઈ શકે છે. કારણ કે આ પ્રકારના મામલા જલ્દી જોવા મળતા નથી. ડાયાબિટીઝના લગભગ 300 દર્દીઓમાંથી માત્ર એક જ દર્દીમાં આ પ્રકારની બિમારી હોય છે. એટલા માટે ડાયાબિટીઝને લઈને સાવધાન રહેવું જોઈએ.

ત્વચા પર છાલા ડાયાબિટીઝના દર્દીઓની ત્વચા પર છાલાની સમસ્યા ઘણી સામાન્ય છે. હાથ પગની આંગળીઓ, આખા હાથ પગમાં છાલા થઈ જાય છે. આ છાલા સફેદ હોય છે, પરંતુ તે પીડાદાયક હોતા નથી. આ છાલા બેથી ત્રણ સપ્તાહમાં સ્વસ્થ થઈ જાય છે કારણ કે આ સંકેત હોઈ શકે છે કે તમારા બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં નથી. તેને ગંભીરતાથી લેવું જોઈએ. 

ડાયાબિટીઝના દર્દીઓમાં ડિજિટલ સ્કેલેરોસિસનું જોખમ પણ હોય છે. તેમાં તમારી ત્વચા સામાન્યથી વધારે જાડી થઈ જાય છે. ટાઈપ-1 અને ટાઈપ-2 ડાયાબિટીસથી પીડિત વ્યક્તિ આ સમસ્યાઓથી પીડાઈ શકે છે. આંગળીઓ અને અંગૂઠાની ચામડી જાડી અથવા મીણ જેવી થઈ જાય છે. જે લોકોનું બ્લડ શુગર લેવલ અનિયંત્રિત હોય તેમાં આનું જોખમ વધારે હોય છે.

નેક્રોબાયોસિસ એટલે કે કોશિકાઓનું મૃત્યુ પણ ડાયાબિટીસની નિશાની હોઈ શકે છે. આમાં ત્વચા પર નાના, ઉભા, લાલ ફોલ્લીઓ દેખાય છે જે ધીમે ધીમે વધવા લાગે છે અને ચમકદાર બનવા લાગે છે. આમાં ત્વચા પાતળી થઈ શકે છે અને ફાટી પણ શકે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link