પતિ-પત્ની વચ્ચે વારંવાર થતા ઝગડા માટે જવાબદાર છે વાસ્તુ દોષ, જાણો કઈ રીતે મળશે છૂટકારો
જો પતિ-પત્ની વચ્ચે સતત લડાઈ-ઝગડા વધી રહ્યા છે તો ઘરમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિની સામે દરરોજ ઘીના દીવા પ્રગટાવો. ત્યારબાદ શિવ ચાલીસાના પાઠ કરો.
દામ્પત્ય જીવનને મધુર રાખવા માટે બેડરૂમમાં રાધા-કૃષ્ણની મૂર્તિ લગાવો. તેમજ રૂમના વાસ્તુ દોષોને દૂર કરવા માટે દરવાજા પર ઘી સાથે સિંદૂર મિક્સ કરીને લગાવો.
પતિ-પત્નીના સંબંધને મજબૂત કરવા શુક્લ પક્ષમાં કોઈપણ શુક્રવારે કન્યાને ભોજન કરાવો. આમ કરવાથી પતિ-પત્ની વચ્ચેના પરસ્પર વિવાદ દૂર થાય છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર પતિ-પત્નીમાંથી કોઈએ પણ સૂતી વખતે રૂમના દરવાજા તરફ પગ ન રાખવા જોઈએ. ખાસ કરીને પગ દક્ષિણ દિશા તરફ બિલકુલ ન હોવા જોઈએ.
ગુરુવારે સાંજે પીપળાના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવો. આમ કરવાથી સંબંધોમાં પ્રેમ અને સુખ અને શાંતિ આવે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)