1 ડિસેમ્બરથી આવી રહ્યા છે મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે આ અસર
1 ડિસેમ્બરથી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવા માટે RTGS (Real Time Gross Settlement)ની સુવિધા હવે 24 કલાક અને સાતેય દિવસ મળશે. આ સુવિધા NEFTમાં પહેલેથી મળે છે. હવે મહિનાના દર બીજા અને ચોથા શનિવારને બાદ કરતા અઠવાડિયાના તમામ વર્કિંગ દિવસોમાં સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં આ સુવિધા મળે છે. RTGS દ્વારા 2 લાખ રૂપિયાથી ઓછી અમાઉન્ટ ટ્રાન્સફર નથી કરી શકાતી.
લોકડાઉન ખુલ્યા બાદ રેલવે પોતાની સેવાઓ સામાન્ય કરી રહ્યું છે. રેલવેએ તહેવારો અને જરૂરિયાતો પ્રમાણે સ્પેશિયલ ટ્રેનો ચલાવી છે, અને તેમાં ડિમાન્ડ પ્રમાણે વધારો કર્યો છે. હવે 1 ડિસેમ્બરથી પણ કેટલીક ટ્રેનોને સામાન્ય રીતે ચલાવવામાં આવશે. તેમા ઝેલમ એક્સપ્રેસ અને પંજાબ મેલ જેવી ટ્રેનોને સામાન્ય શ્રેણી હેઠળ દોડાવવામાં આવી રહી છે. 01077/78 પુણે-જમ્મુ તાવી પુણે ઝેલમ સ્પેશિયલ અને 02137/38 મુંબઈ ફિરોઝપુર પંજાબ મેલ સ્પેશિયલ રોજ દોડશે.
1 ડિસેમ્બરના રોજ રાંધણ ગેસના ભાવ બદલાઈ જશે, કારણ કે દર મહિનાની પહેલી તારીખે સરકાર રાંધણ ગેસ સિલિન્ડરના ભાવોની સમીક્ષા કરે છે. જો કે છેલ્લા કેટલાક મહિનાથી તેના ભાવમાં કોઈ ફેરફાર નથી. હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર આવ્યો છે આથી એ પણ નક્કી છે કે LPG સિલિન્ડરના ભાવ પણ બદલાશે.
કોરોના સંકટકાળમાં અનેક લોકોએ વીમો લીધો પરંતુ પ્રીમીયમને લઈને તેની ચિંતાઓ પણ વધી. પરંતુ હવે 5 વર્ષ બાદ વીમાધારકો પ્રીમીયમની રકમને 50 ટકા સુધી ઘટાડી શકે છે. એટલે કે અડધા પ્રીમીયમ સાથે પણ વીમા પોલીસે ચાલુ રાખી શકાશે. આ જ પ્રકારે ULIP પ્લાન પર સારા રિટર્ન આપવાની પણ કોશિશ કરાઈ છે.