900 વર્ષ જૂના ગુજરાતના આ ઐતિહાસિક મંદિરે ભાવિકો દર્શનાર્થે ઉમટ્યાં, નવરાત્રિનું છે ખાસ મહત્વ
રણુ સ્થિત તુળજા ભવાની મંદિરનું નવરાત્રીનું અનેરું મહત્વ છે. જ્યા વહેલી સવારથી જ લાખો ની સંખ્યામાં પદયાત્રીઓ માના દર્શનનો લાભ લેવા માટે પદયાત્રા કરી રણુ પહોંચ્યા હતા મંદિર પરિસરમાં અનેક ધાર્મિક કાર્યક્રમો પણ કરવામાં આવ્યા. જ્યારે વહેલી સવાર થી જ માઇ ભક્તો પદયાત્રા કરતા માં ના ધામ માં પહોંચ્યા હતા જ્યારે મંદીર પરિસર માં દર્શનાર્થે આવેલ માઇ ભક્તોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી.
વડોદરામાં મલ્હારાવ ગાયકવાડ હતા. જેઓને પાદરામાં કોઈ કારણોસર નજર કેદ કરવામાં આવ્યા હતા. મલ્હારાવ તુળજા ભાવની માતાને કુળ દેવી તરીકે પૂજતા હતા અને તેઓએ માનતા રાખી હતી કે જો તેઓને છોડી દેવામાં આવે તો તેઓ માતાજીને કરોડો રૂપિયાના આભૂષણો ચડાવશે. તેમને કુળદેવીમાં અપાર શ્રદ્ધા હતી અને માતાજીએ તેમની ઉપર આશીર્વાદ વરસાવતા હોય તેમ તેઓ છૂટી ગયા હતા આથી તેમણે માનતા પૂરી કરવા માના ચરણેમાં લાખો રૂપિયાના હીરા ઝવેરાત ધર્યા હતા.
![](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/2023/10/22/497645-2.jpg?im=FitAndFill=(500,286))
અને તેમાં મલ્હારાવ ને માતાજી એ પડછો બતાવતા નજર કેદ માંથી તેમને રિહા કરી દેવામાં આવ્યા હતા તે માણતા મલ્હાર રાવ ગાયકવાડે પોતાની માનતાપુરી થતા ની સાથે જ માતાજીને કરોડો રૂપિયાના હીરા ઝવેરાત સહિતના આભૂષણો ચડાવ્યા હતા. જોકે ત્યારબાદ આ તમામ આભૂષણોની જવાબદારી સરકાર હસ્તક કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ 150 વર્ષથી સતત નવરાત્રી દરમિયાન સરકારની નજર હેઠળ ટ્રેઝરીમાંથી પોલીસ બંદોબસ્ત સાથે માતાજીને શણગાર કરવામાં આવે છે.
કરોડો રૂપિયાના હીરા ઝવેરા દ્વારા આભૂષણો ચડાવ્યા બાદ સતત માતાજીની પરિસરમાં પોલીસનો જડબે સલાક બંદોબસ્ત પણ રાખવામાં આવે છે. જ્યા માતાજીના દર્શન કરવા લાખોની સંખ્યામાં ભાવિકો આવે છે અને ત્યારબાદ નવરાત્રી પૂર્ણ થતાની સાથે જ અગિયારસના દિવસે તે આભૂષણો સરકારની ટ્રેઝરીમાં જમા થઈ જાય છે.