આ વર્ષે દિવાળી પર દેશમાં સ્વદેશી કારિગરો દ્વારા નિર્મિત માટીના દિવડાઓની ધૂમ
દિલ્હીમાં દિલ્હી બ્લ્યૂ પોટરી ક્લબ દ્વારા આયોજિત ટેરા ફેસ્ટમાં દેશના ખૂણે-ખૂણેથી આવેલા કુંભાર માટીના બનેલા સુંદર દિવડા અને અન્ય વસ્તુઓ વેચી રહ્યા છે.
અહીં વેચાણ અર્થે મુકવામાં આવેલા દિવડા એટલા સુંદર છે કે તમે ખરીદી કર્યા વગર રહી શકો નહીં. અહીં દેશભરના કારીગરોની કલાકારી તમને જોવા મળશે. આ દીવા અને લેમ્પની સુંદરતા તમારું દિલ જીતી લેશે.
આ વખતે ચાઈનીઝ લાઈટનું સ્થાન માટીના દિવડાએ લીધું છે. આટલું જ નહીં લોકો માટીની પૂજાની થાળી જેવા વિકલ્પ પણ અપનાવી રહ્યા છે.
પહેલા માટીના દિવામાં કોઈ ખાસ ડિઝાઈન જોવા મળથી ન હતા, પરંતુ હવે કુંભારોએ જાત-જાતની ડિઝાઈનના દિવડા બનાવ્યા છે.
10 રાજ્યના કુંભારો દ્વારા નિર્મિત માટીની ચીજવસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. તેમાં લોકોને ગુજરાત અને મધ્યપ્રદેશના કારિગરોનું કામ ખુબ જ પસંદ આવી રહ્યું છે.