આવી ગઇ કોરોના પ્રૂફ Ultra-luxurious કાર, જાણો કિંમત અને ખાસિયત
ટેરા ફર્મા નામની આ બસમાં કોવિડ ગ્રેડ હાઇઝિન સિસ્ટમ છે. એમાં હોસ્પિટલ ગ્રેડનું એર પ્યૂરિફાયર લગાવેલું છે. કીટાણુંને ખતમ કરનાર યૂવીસી લાઇટીંગ છે અને ઇંટીરિયર ફાઇવ સ્ટાર હોટલ જેવી. જોકે તેની કિંમત ખૂબ વધુ છે. તેની કિંમત 2 લાખ 65 હજાર અમેરિકી ડોલર એટલે કે 1.92 કરોડ રૂપિયાથી વધુ છે.
આ લક્ઝરી ગાડીમાં ટેમ્પરેચર મોનિટરિંગ મશીન લાગેલું છે.
ટેરા ફર્મામાં એર ફિલ્ટર, યૂવીસી લાઇટિંગ પણ છે.
પાણી ફિલ્ટર કરવા માટે ટૂ-સ્ટેજ વોટર ફિલ્ટરેશન સિસ્ટમ લાગેલી છે.
તેમાં એવો બેડરૂમ છે, જેને તમે ખુલ્લા આકાશ તરીકે પણ મજા ઉઠાવી શકો છો.
બસનું શાનદાર ઇંટીરિયર તમારું મન મોહી લેશે. અંદરથી કોઇ આલીશન બેડરૂમ જેવું લાગે છે.
એડવેંચર પસંદ લોકો માટે આ એકદમ સુવિધાજનક છે અને તમે તેમાં બેસીને ખૂબ સારો અનુભવ કરી શકો છો.
આ ઉપરાંત જીપીએસ ટ્રેકિંગ થતું હોવાથી યાત્રા પણ સુરક્ષિત રહે છે.
બસ ઇંટીગ્રેટેડ બ્લૂટૂથ બ્રેક કંટ્રોલરથી સજ્જ છે.