આ તો ટ્રેલર હતું! હજુ આવતીકાલે છે મોટો ખતરો! ગુજરાતના આ 6 જિલ્લાનું કાઢી નાંખશે ફેણ!
અરવલ્લી, મહેસાણા, પાટણ અને ગાંધીનગર જિલ્લાઓમાં ભારે વરસાદ માટે યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, કચ્છ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગર, વડોદરા અને ભરૂચ જિલ્લાઓમાં યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો! આ વિસ્તારો પર ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય. આગામી પાંચ દિવસ ગુજરાત પર રહેશે ભારે વરસાદનું સંકંટ. સપ્ટેમ્બર માસ દરમિયાન સામાન્ય કરતા વધુ વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં છુટાછવાયા ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. જોકે, ઓગસ્ટની સરખામણીએ જોર ઘટશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો આવવાનો છે. બનાસકાંઠા અને પાટણના અનેક તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. સાઈક્લોનિક સર્ક્યુલેશન સહિત ત્રણ સિસ્ટમ સક્રિય થતાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે.
આજે વરસાદે ઉત્તર ગુજરાતને ધમરોળી નાખ્યું છે. ભારે વરસાદથી ડીસા, પાલનપુર, વિજાપુરથી લઈને વિસનગર અને મહેસાણા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતના મુખ્ય મથક ગણાતા મહેસાણામાં ધોધમાર વરસાદથી તબાહી મચી છે. એકતરફ આકાશથી વરસાદી આફત વરસી રહી છે. ત્યારે અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી કરી છે. સપ્ટેમ્બરમાં ચોમાસાનું જોર ઓર વધશે, એટલું જ નહીં, દરિયામાં કંઇક મોટું પણ થશે.
ગુજરાતના સાઉથ ઝોનમાં એટલેકે, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેને પગલે હાલ દક્ષિણ ગુજરાતના શહેરોમાં તંત્ર અલર્ટ મોડ પર આવી ગયું છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વાપી, નવસારી, વલસાડ અને ભરૂચ સહિતના શહેરોમાં લોકોને સતાવી રહ્યો છે આકાશી આફતનો ડર. ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. એમાં પણ આજે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદની સંભાવના છે. હાલમાં ગુજરાત ઉપર એકસાથે ચાર-ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.
આ તરફ 5 સપ્ટેમ્બરે કચ્છ, પાટણ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયુ છે તો 6 સપ્ટેમ્બરે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. 7 સપ્ટેમ્બરે નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એેલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા અને નગર-હવેલીનો સમાવેશ થાય છે. ઉત્તર અને મધ્ય ગુજરાત માટે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે.. સાથે જ અમદાવાદમાં પણ આજે ભારે વરસાદની શક્યતા છે.
સુરતના ઓલપાડ અને માંગરોળમાં કીમ નદીના પાણીએ લોકોના હાલ બેહાલ કર્યા છે. કીમ નદીના તાંડવનો જુઓ આકાશી નજરો..ઉપરવાસમાં ભારે વરસાદથી કીમ નદી બે કાંઠે વહેતા સર્વત્ર તારાજી સર્જાઈ છે. કોસંબાથી કીમને જોડતો રસ્તો પણ પાણીમાં ડૂબી ગયો છે. તો અનેક ગામમાં કીમ નદીના પાણી ઘૂસી જતા મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. સુરતના બોલાવ ગામ કીમના પાણીથી સૌથી વધુ પ્રભાવિત છે. કીમ નદીના પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું છે. બોલાવના આદિવાસી વસાહત, આહીર ફળિયા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. કીમમાં આવેલુ પૂર ગરીબ પરિવારો માટે આફત લાવ્યું છે. ગામની સંભાળ લેવા કોઈ આગેવાન ન આવતા લોકોમાં ભારે રોષ છે.
ગુજરાતમાં એક નહીં પરંતુ ચાર સિસ્ટમ સક્રિય થઈ છે. જેથી દક્ષિણ ગુજરાતના માથે સંકટ તોળાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આજે ખાસ કરીને મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના અનેક ગામોને પણ અલર્ટ કરી દેવામાં આવ્યાં છે. અહીં નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ શકે છે.
આગામી સાત દિવસ સુધી ચાલશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી ત્રણ કલાક બાદ વરસાદની આગાહી કરાઇ છે. નોંધનીય છે કે, આજે વહેલી સવારથી પણ રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘમહેર યથાવત છે. તંત્ર દ્વારા જિલ્લાવાર વિપરિત પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે ટીમો પણ તૈયાર રાખવામાં આવી છે.