200 વર્ષ બાદ બનશે શક્તિશાળી ત્રણ રાજયોગ, આ જાતકો ખુબ કમાણી કરશે, સુખ-સમૃદ્ધિમાં થશે વધારો
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહ સમય-સમય પર રાશિ પરિવર્તન કરી શુભ અને રાજયોગ બનાવે છે, જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયા પર પડે છે. તમને જણાવી દઈએ કે 200 વર્ષ બાદ એક સાથે ત્રણ રાજયોગનું નિર્માણ થયું છે. કારણ કે આ સમયે બુધ અને શુક્ર સિંહ રાશિમાં ગોચર કરી રહ્યાં છે અને તેની સામે શનિ દેવ છે. જેનાથી સમસપ્તક રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. તો આ ત્રણેય ગ્રહોથી કેન્દ્ર ત્રિકોણ રાજયોગ પણ બન્યો છે. સાથે શશ રાજયોગ બનેલો છે. તો આ ત્રણ રાજયોગના પ્રભાવથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ લોકોની કરિયર અને કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. આવો જાણીએ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
તમારા લોકો માટે 3 રાજયોગ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે એક તો તમારી રાશિમાં જ મંગળ અને ગુરૂની યુતિ છે. સાથે તમારા ચતુર્થ ભાવમાં શુક્ર અને બુધ સ્થિત છે. સાથે શનિ દેવ સામે બિરાજમાન છે અને શશ રાજયોગ બનાવી રહ્યાં છે. તેથી આ સમયે કામ-કારોબારમાં તમારી પ્રગતિ થઈશ કે છે. આ સમયમાં નોકરી કરતા લોકોને કોઈ નવી જવાબદારી મળી શકે છે. આ સમય તમને ધન-સંપત્તિમાં લાભ કરાવશે. આ દરમિયાન તમે નવું ઘર કે વાહન ખરીદી શકો છો.
ત્રણ રાજયોગનું બનવું તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે તમારી રાશિમાં સૂર્ય અને શુક્ર ગ્રહ સ્થિત છે. સાથે શનિ દેવ પશ્ચિમ દિશામાં બળવાન થઈ બેઠા છે. સાથે શશ રાજયોગ પણ બનાવી રહ્યાં છે. તમારી ગોચર કુંડળીમાં દશમેશ બુધ છે. તેથી આ સમયે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. આ દરમિયાન તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરવામાં સફળ રહેશો. તમે તમારી વાણીના દમ પર કોઈ મોટી ડીલ હાસિલ કરી શકો છો. આ સમયે અચાનક ધનલાભ થવાના યોગ પણ બનશે. તમારી આવકમાં વધારો થશે.
તમારા માટે આ ત્રણ રાજયોગનું નિર્માણ શુભ સાબિત થશે. કારણ કે તમારા સપ્તમ ભાવમાં ગુરૂ અને મંગળ બેઠા છે. સાથે ચોથા ભાવમાં શનિ શશ રાજયોગ બન્યો છે. તો શુક્ર અને બુધ દશમાં સ્થાનમાં સ્થિત છે. તેથી આ સમયે તમને સંપત્તિની લેતી-દેતીમાં લાભ થઈ શકે છે. સાથે આવકના નવા સોર્સ બની શકે છે. આ દરમિયાન તમારી લોકપ્રિયતામાં વધારો જોવા મળશે. સમાજમાં તમારૂ માન-સન્માન અને પ્રતિષ્ઠા વધશે. આ સમયે તમ શેર બજાર, સટ્ટા અને લોટરીમાં રોકાણ કરવા ઈચ્છો છો તો કરી શકો છો. કારણ કે લાભનો યોગ છે.
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.