આ 10 કારણોસર સલમાન ખાન સાથે તાબડતોબ બ્રેકઅપ કરી લીધુ હતું ઐશ્વર્યાએ, જાણો અજાણી વાતો
બ્રેક થયા બાદ આપેલા અનેક ઈન્ટરવ્યુમાં એશ્વર્યા રાયે સલમાન ખાન પર આરોપ લગાવ્યા હતા. આ દરમિયાન ઐશ્વર્યાએ કહ્યું હતું કે સલમાન ખાન તેના પર શક કરતો હતો. તેને લાગતુ હતું કે ઐશ્વર્યા તેના કો સ્ટારને ડેટ કરે છે. તે દરમિયાન શાહરૂખ ખાનથી લઈને અભિષેક બચ્ચન જેવા સિતારાઓ સલમાન ખાનના શકના ઘેરામાં આવી ચૂક્યા હતા.
સલમાન ખાને ઐશ્વર્યાના માતા પિતા સાથે ગેરવર્તણૂંક કરી હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં ઐશ્વર્યાએ કહ્યું હતું કે તેના માતા પિતાએ સલમાન ખાનને ઘરે આવવાની ના પાડી હતી. ત્યારબાદ સલમાન ખાને ઐશ્વર્યાના માતા પિતાને ધમકી આપતા કહ્યું હતું કે કોઈ પણ તેને ઐશ્વર્યાને મળતા રોકી શકશે નહીં. ઐશ્વર્યાને સલમાનની આ વાત જરાય પસંદ પડી નહતી.
અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો હતો કે વર્ષ 2001માં સલમાન ખાને નશાની હાલતમાં ઐશ્વર્યાના ઘર બહાર હોબાળો મચાવ્યો હતો. સલમાન ખાનના વારંવાર કહેવા છતાં ઐશ્વર્યાએ દરવાજો ખોલ્યો નહતો. ત્યારબાદ સલમાન ખાન જોર જોરથી ઐશ્વર્યાના ઘરના દરવાજે હાથ મારવા લાગ્યો હતો. હાથમાં ઈજા થતા ઐશ્વર્યાએ સલમાનને ઘરમાં એન્ટ્રી આપી હતી.
બોલીવુડ મેગેઝીન સ્ટારડસ્ટ સાથે વાતચીતમાં ઐશ્વર્યાએ કહ્યું હતું કે સલમાન ખાન ચોરીછૂપે તેની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીની મદદ કરતો હતો. સલમાન ખાને ઐશ્વર્યાને જણાવ્યા વગર સોમી અલીના પિતાની સારવાર કરાવી. સલમાન ખાન સોમી અલીની મદદ માટે અમેરિકા સુધી જતો રહ્યો. આ જાણ થતા ઐશ્વર્યા રાય સલમાન ખાનથી ખુબ નારાજ થઈ હતી.
ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે સલમાન ખાન ખુબ નશો કરતો હતો. નશામાં સલમાન ખાન ઐશ્વર્યા સાથે ગેરવર્તણૂંક કરતો હતો. આ વાત ઐશ્વર્યા રાયને બિલકુલ ગમતી નહતી. સલમાન ખાનની આ હરકત બાદ ઐશ્વર્યાએ તેની સાથે સંબંધ તોડી નાખવાનું નક્કી કર્યું હતું.
અહેવાલોનું માનીએ તો સલમાન ખાને ઐશ્વર્યાની ફિલ્મ કુછ ન કહોના સેટ પર ખુબ બબાલ મચાવી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે અભિષેક બચ્ચને કામ કર્યું હતું. દાવો કરાયો હતો કે ફિલ્મના સેટ પર જઈને સલમાન ખાને ઐશ્વર્યાની કારને ટક્કર મારી હતી.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે સલમાન ખાન વારંવાર ગુસ્સામાં તેના પર હાથ ઉઠાવતો હતો. સલમાન ખાન સાથે ઝગડો થયા બાદ ઐશ્વર્યા સેટ પર એવી રીતે કામ કરતી હતી કે જાણે કઈ થતું જ નથી. સલમાન ખાનના વધતા ગુસ્સાને જોતા ઐશ્વર્યાએ તેના ફોન ઉઠાવવાના પણ બંધ કરી દીધા હતા.
રેડિફ ડોટ કોમને આપેલા એક ઈન્ટરવ્યુમાં સલમાને પોતે દાવો કર્યો હતો કે તે ઐશ્વર્યાને ખુબ પ્રેમ કરતો હતો. જ્યારે ઐશ્વર્યા સલમાન ખાન પ્રત્યે એટલી ગંભીર નહતી. ઐશ્વર્યાએ ક્યારેય પોતાના પ્રેમને જાહેર કર્યો નથી. ઐશ્વર્યાના આ વલણથી સલમાન ખાનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જતો હતો.
ઐશ્વર્યા રાયના ઘરની બહાર હોબાળો મચાવ્યા બાદ સલમાન ખાને એ વાતની જાહેરાત કરી હતી કે તે બોલીવુડ અભિનેત્રીને ખુબ પ્રેમ કરે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીતમાં સલમાન ખાને કહ્યું હતું કે જો કોઈ સંબંધમાં લડાઈ ન થાય તો તે એક સાચો સંબંધ હોતો નથી. કોઈ એક અજાણ્યા વ્યક્તિ સાથે લડાઈ કેમ કરશે. આ દરમિયાન સલમાન ખાને જણાવ્યું હતું કે રિલેશનશીપમાં હોવાના કારણે જ તેનો ઐશ્વર્યા સાથે ઝગડો થયો છે. સલમાન ખાનના આ નિવેદને ઐશ્વર્યાને વધુ નારાજ કરી હતી.
બ્રેકઅપ બાદ પણ ઐશ્વર્યા રાય અને સલમાન ખાન વચ્ચે કશું નોર્મલ નહતું. આ દરમિયાન સલમાન ખાનની વિવેક ઓબોરોય સાથે પણ લડાઈ થઈ. ત્યારબાદ ઐશ્વર્યા રાય અને વિવેક ઓબોરોય પણ અલગ થઈ ગયા.