ખાંસીથી પરેશાન છો, તો ઘરે જ બનાવો કફ સિરપ

Sun, 24 Dec 2023-4:45 pm,

કફ સિરપ બનાવવા માટે હળદર, આદુ અને મધ જેવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે. તેથી આ વસ્તુઓને એક જગ્યાએ એકઠી કરીને રાખો.

આદુને સારી રીતે પીસી તેનો રસ બનાવો. પછી તેમાં થોડું મધ અને એક ચપટી હળદર નાખો. આ બધી સામગ્રીમાંથી અડધો કપ સિરપ બનાવો.

શરદીથી પીડાતા લોકોએ દિવસમાં ત્રણ વખત આ શરબતનો ઉપયોગ કરવો જોઈએ. એકપણ સમયે ભૂલશો નહી. આમ કરવાથી તમને કફની સમસ્યામાં ઝડપથી રાહત મળશે.

જો તમે ઈચ્છો તો તેને મધ અને લીંબુ મિક્સ કરીને ખાઈ શકો છો. તેનાથી કફ અને શરદીની સમસ્યા દૂર થશે.

મધમાં અનેક પ્રકારના ગુણ હોય છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં કેલ્શિયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. લીંબુમાં વિટામિન સીનું પ્રમાણ વધુ હોય છે અને તે રોગપ્રતિકારક શક્તિને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

એક વર્ષના બાળકને મધ આપવામાં આવતું નથી. એવામાં તમે આદુ અને ફુદીનાનું શરબત બનાવીને તેને આપી શકો છો. ખાંસી અને શરદીમાં ફાયદો થશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link