સુરત: 1100 મીટર લાંબા ધ્વજની તિરંગા યાત્રા નીકળી, 120 ફૂટની ઊંચાઈએ લહેરાયો ધ્વજ

Wed, 15 Aug 2018-12:59 pm,

તેજસ મોદી, સુરત: આજે આખો દેશ આઝાદીના 72માં વર્ષની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં આજે સવારે 7.30 વાગે લાલ કિલ્લાની પ્રાચિર પર તિરંગો ફરકાવ્યો. સુરતના ઉધના મગદલ્લા વિસ્તારથી આજે 1100 મીટર લાંબા તિરંગાની યાત્રા શરૂ થઈ હતી. આ યાત્રા વાયા જંકશન ખાતે પૂર્ણ થઈ. 

ઉધના મગદલ્લાથી શરૂ થયેલી આ યાત્રામાં 2000થી વધુ લોકો જોડાયા છે. આ યાત્રા વાયા જંકશન ખાતે પૂરી થશે.

લોકોમાં આ યાત્રાને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

આ બાજુ રાજ્યકક્ષાના ધ્વજવંદનનો કાર્યક્રમ સુરેન્દ્રનગર  ખાતે યોજાયો છે.

72માં સ્વતંત્રતા પર્વની ઉજવણીના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ધ્વજવંદન કરશે. 

પોલીસ પરેડ, કરતબ સહિતના કાર્યક્રમો પણ યોજાશે

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link