Increase Height: ઉંમર પ્રમાણે બાળકની હાઈટ વધતી ન હોય તો રોજ કરાવો આ 5 યોગાસન, વધવા લાગશે ઊંચાઈ

Wed, 19 Jun 2024-5:27 pm,

સૌથી પહેલા સીધા ઊભા રહો અને બંને હાથના પંજાને જોડી છાતીની સામેથી ઉપર લઈ આવો. ત્યારબાદ ઊંડો શ્વાસ લઈ કરોડરજ્જુને સીધી રાખી 10-20 સેકન્ડ આ સ્થિતિમાં રહો પછી ધીરે ધીરે શ્વાસ છોડો અને નોર્મલ સ્થિતિમાં આવો.

દંડાસનમાં બેસવું અને માથાને જમી પર રાખો. ત્યારબાદ કોણને વાળી અને માથાને સપોર્ટ આપો. પગને ધીરેધીરે ઉપર લઈ જવા અને સીધા કરવા. આ સમયે સંતુલન જાળવવું જરૂરી છે. થોડી સેકન્ડ માટે આમ રહી ધીરે ધીરે પગ નીચે લાવો.

જમીન પર ઊંધા સુઈ જવું અને માથાને જમીન પર રાખો. હથેળીને જમીન પર રાખો અને શરીરના ઉપરના ભાગને ઉપરની તરફ ઊંચો કરો. થોડી સેકન્ડ આ અવસ્થામાં રહી ધીરેધીરે શ્વાસ છોડી અને જમીન પર સુઈ જવું.

જમીન પર બેસી બંને પગના તળીયાને એકબીજાની સાથે જોડો. ત્યારબાદ પગના અંગુઠાને પકડો અને ઘુંટણને જમીન તરફ લઈ જાવા અને ફરી ઉપર લઈ આવો. પંખાની જેમ પગને હલાવવા. 

સીધા ઊભા રહો અને પછી પગને એકબીજાથી દુર કરી ઊભા રહો. ત્યારબાદ જમણા પગને 90 ડિગ્રી અને ડાબા પગને 45 ડિગ્રી પર વાળો. ત્યારબાદ હાથ ખોલી અને જમણા હાથને જમણા પગ પાસે નીચે લઈ જાવો. એક તરફ આ પ્રક્રિયા કર્યા પછી બીજી તરફ પણ કરો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link