Weight Loss: એક મહિનામાં 5 કિલો વજન ઘટાડવું છે ? તો આજથી જ ફોલો કરવા લાગો આ સરળ ટીપ્સ
સૌથી પહેલા તો કેલરીયુક્ત ખોરાક ઓછો કરો અને પોષક તત્વોથી ભરપૂર સંતુલિત આહાર લેવાનું શરુ કરો. જેમાં ફળો, શાકભાજી, પ્રોટીનયુક્ત વસ્તુઓ અને આખા અનાજનું સેવન વધારવું.
એક સાથે પેટ ભરીને આહાર લેવાનું ટાળવા માટે જમવા માટે નાની પ્લેટ અને બાઉલનો ઉપયોગ કરો. સાથે જ ટીવી કે મોબાઈલ સામે ભોજન કરવાનું ટાળો.
નિયમિત રીતે 30 મિનિટ કસરત કરો. સાથે જ અઠવાડિયામાં બે દિવસ ઝડપથી એરોબિક કસરત કરવી, ઝડપથી ચાલવું, સાયકલ ચલાવવી જેવી કસરત કરો. તેનાથી મસલ્સ વધે છે અને કેલરી બર્ન થાય છે.
દિવસભર પાણી અથવા હર્બલ ટી પીવો. ખાસ કરીને જમ્યા પહેલા પાણી પીવાથી ભૂખ કંટ્રોલમાં રહે છે.
પેકેજ્ડ ફૂડ, ખાંડયુક્ત નાસ્તો અને કોલ્ડડ્રીંક્સનો વપરાશ ઓછો કરો. તેમાં પોષણ ઓછું અને કેલરી વધુ હોય છે.
ઊંઘનો અભાવ ખોરાક ખાવાની ઇચ્છાને વધારે છે. નિયમિત ઊંઘનું શેડ્યૂલ સેટ કરો અને દરરોજ રાત્રે 7-9 કલાક સૂવાનો પ્રયાસ કરો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)