આખી રાત પલાળી રાખીને સવારે આ વસ્તુઓ ખાવાથી બીમારીઓ તમારાથી ભાગશે 100 ફૂટ દૂર

Fri, 18 Dec 2020-2:45 pm,

પાંચ કે છ બદામ આખી રાત પાણીમાં પલાળી દો. અને પલાળેલી બદામ સવારે ખાવાથી આંખની રોશની અને મગજ તેજ બને છે. આ સાથે જ કેન્સર જેવી ગંભીર બિમારી સામે પણ રક્ષણ મેળવી શકાય છે.

વરિયાળીને પલાળીને ખાવાથી અથવા તેનું પાણી પીવાથી યુરિનની સમસ્યાથી બચી શકાય છે. એટલું જ નહીં પલાળેલી વરિયાળી ખાવાથી પાચનતંત્ર વ્યવસ્થિત થાય છે. વરિયાળી ખાવાથી આંખની રોશની પણ તેજ થાય છે.

કાળી દ્વાક્ષમાં મેગ્નેશિયમ, પોટેશિયન અને આર્યનનો ભંડાર હોય છે. કાળી દ્વાક્ષને પલાળીને ખાવાથી સ્કિન હેલ્ધી બને છે અને સ્ક્રીન પર પડેલા કાળા દાગ પણ દૂર થાય છે. જો તમે એનોમિયા અને કિડનીની સમસ્યાથી પીડાતો હોવો તો દરરોજ કાળી દ્વાક્ષનું સેવન કરો, બિમારીમાંથી છુટકારો મળશે. જે લોકોને બીપીની તકલીફ હોય તેવા લોકોએ દરરોજ સેવન કરવું જોઈએ.

અળસીમાં ઓમેગા-3 ભરપૂર માત્રામાં હોય છે. અળસીને ફેટી એસિડનો એકમાત્ર શાકાહારી સ્ત્રોત માનવામાં આવે છે. નિયમિત રીતે અળસીને  પલાળીને ખાવાથી શરીરમાંથી કોલેસ્ટોલ ઘટે છે. જેથી હાર્ટ અને શરીર બંને સ્વસ્થ રહે છે.

લાડુ પર લગાવવામાં આવતી ખસખસ ખૂબ ફાયદાકારક છે. ખસખસમાં ફોલેટ,થિયામિન અને પેટોથેનિક એસિડ હોય છે. ખસખસમાં રહેલુ વિટામીન બી આપણા મેટાબોલિઝમને વધારવામાં મદદ કરે છે. ખસખસનું સેવન કરવાથી વજન નિયંત્રણમાં રહે છે. ખસખસને પલાળીને ખાવાથી શરીરનું ફેટ વધતું નથી.

ફળગાવેલા મગમાં પ્રોટીન, ફાઈબર અને વિટામીન બી ભરપૂર માત્રામાં હોય છે. ફળગાવેલા મગ ખાવાથી કબજિયાત અને ગેસની સમસ્યા નથી રહેતી. હાઈ બીપીના દર્દીઓએ ફણગાવેલા મગનું દરરોજ સેવન કરવું જોઈએ. ફળગાવેલા મગ આસાનીથી પચી જાય છે.

મેથીના દાળામાં ભરપૂર ફાઈબર હોય છે. જે આપાણા પેટમાં રહેલી કબજીયાતને દૂર કરીને આંતરડાને સાફ કરે છે. એટલું જ નહીં મેથીના દાણાના સેવનથી ડાયાબિટસ પણ કંટ્રોલમાં રહે છે. મેથીના દાણાને પલાળીને ખાવાથી મહિલાઓને પીરીયડ દરમિયાન જે દર્દ થાય છે તેમાંથી આંશિક રાહત રહે છે. મેથીનું નિયમિત સેવન કરવાથી કમરનો દુખાવો દૂર થાય છે..

દરરોજ 4થી 5 પલાળેલા અંજીર ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. અંજીરમાં ઓમેગા 3-6 ફેટી એસિડ ભરપૂર માત્રામાં  હોય છે. જે હાર્ટ એટેકથી દૂર રાખે છે. આ સિવાય અંજીરમાં કેલ્શિયમ પણ હોય છે જે હાડકાને મજબૂત કરે છે..  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link