આ સમાચાર વાંચ્યા કે નહીં! લોકોને બપોરે બહાર ના નીકળવા અપીલ, આવી કરાઈ છે ભયાનક આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, છોટાઉદેપુર, ગાંધીનગર, કચ્છ, મહીસાગર, નર્મદા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આણંદ, ભરુચ, ડાંગ, ખેડા, મોરબી, સુરેન્દ્રનગર, તાપી સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.
તેમજ અમરેલી, જુનાગઢ 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. દેવભૂમિ દ્વારકા, જામનગર સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અરવલ્લી, દાહોદ, ગીર સોમનાથ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.
ગુજરાતના કેટલાક શહેરોમાં વાદળછાયુ વાતાવરણ રહીને કમોસમી વરસાદ એન્ટ્રી કરી શકે છે. ગુરૂવારે અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યુ હતુ આ સાથે ગરમીમાં પણ વધારો નોંધાયો હતો. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, કચ્છ અને મહીસાગરમાં હળવા વરસાદની આગાહી છે. ગીર સોમનાથ, દીવ અને પોરબંદરમાં હીટવેવની શક્યતા છે. ગુજરાતમાં અરબ સાગરથી ભેજ આવતા કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ આવશે.
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ ચાલું છે. રાજ્યમાં 2 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી પાર પહોંચ્યો છે. અમરેલીમાં સૌથી વધુ 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો રાજ્યના 2 શહેરોમાં તાપમાન 40 ડીગ્રીને પાર પહોંચી ગયું છે. રાજ્યના 4 શહેરોમાં તાપમાન 39 ડીગ્રીને પાર નોંધાયું છે. રાજ્યના 6 શહેરોમાં તાપમાન 38 ડિગ્રી પાર નોંધાયું છે. અમદાવાદમાં તાપમાન 37.4 ડિગ્રી પાર નોંધાયું છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. તારીખ 19થી 24 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે. કેટલાક ભાગોમાં 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
આ સાથે તેમણે જણાવ્યુ કે, પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે. કચ્છના ભાગોમાં પવન વધુ રહે અને વાદળ રહેવાની શક્યતા છે. આ દરમિયાન દરિયાકિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, દિવાળીના બીજા દિવસે એટલે કે બેસતા વર્ષથી હોળી સુધી આકાશમાં જે કસ (ચોમાસામાં વરસાદ થવા માટેનાં વાદળનાં ચિહ્ન) દેખાય તેના 225 દિવસ પછી જે વિસ્તારમાં કસ દેખાયો હોય ત્યાં વરસાદ થવાની સંભાવનાઓ રહેતી હોય છે. આ દેશી વિજ્ઞાનની વાત કરીને હાલ જે વાદળો થાય છે તેને પણ કસ ગણવાનો છે. હાલ હોળી નજીક છે ત્યારે આ કસનો છેલ્લો રાઉન્ડ છે.