Year Ender 2023: આ વર્ષે લોન્ચ થઇ આ 11 કાર, તમને કઇ ગમી?

Mon, 18 Dec 2023-11:24 am,

Maruti Jimny: મારુતિ જિમ્નીને જૂનમાં લોન્ચ કરવામાં આવી હતી. તે બે ટ્રિમ્સ- Zeta અને Alpha માં લાવવામાં આવી છે. તેને રૂ. 12.74 લાખથી રૂ. 15.05 લાખની કિંમતની રેન્જમાં રજૂ કરવામાં આવી હતી.

Maruti Invicto: મારુતિ સુઝુકી ઈન્વિક્ટોની કિંમતો જુલાઈમાં જાહેર કરવામાં આવી હતી. હાલમાં તે રૂ. 24.82 લાખથી રૂ. 28.42 લાખ (એક્સ-શોરૂમ)ની કિંમતની રેન્જમાં ઉપલબ્ધ છે.

Hyundai Ioniq 5: આ મોડલ શરૂઆતમાં 44.95 લાખ રૂપિયાની કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. હવે તેની કિંમત 45.95 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.

Hyundai Verna: હ્યુન્ડાઇ એ પણ નવી Verna લોન્ચ કરી છે. તેની કિંમત રૂ. 10.90 લાખથી રૂ. 17.38 લાખ (એક્સ-શોરૂમ સમગ્ર ભારતમાં) વચ્ચે છે.

Hyundai Exter: આ માઇક્રો એસયુવીની કિંમત 6 લાખથી 10.15 લાખ રૂપિયાની વચ્ચે છે. આ ભારતમાં કંપનીની સૌથી નાની અને સૌથી વધુ સસ્તું SUV છે.

Mahindra XUV400 EV: આ ઇલેક્ટ્રિક એસયુવી જાન્યુઆરીમાં 15.99 લાખ રૂપિયાથી 18.99 લાખ રૂપિયાની કિંમતની રેન્જમાં વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવી હતી. હાલમાં તેના ટોપ-એન્ડ વેરિઅન્ટની કિંમત રૂ. 19.39 લાખ (એક્સ-શોરૂમ) છે.

Citroen eC3: તે ફેબ્રુઆરી 2023 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. મોડલ લાઇનઅપ બે ટ્રિમ્સમાં આવે છે - લાઇવ અને ફીલ, જેની કિંમત હાલમાં અનુક્રમે રૂ. 11.50 લાખ અને રૂ. 12.68 લાખ છે.

MG Comet EV: તેના ત્રણ વેરિઅન્ટ્સ છે - પેસ, પ્લે અને પ્લશ, જેની કિંમત અનુક્રમે રૂ. 7.98 લાખ, રૂ. 9.28 લાખ અને રૂ. 9.98 લાખ છે.

Maruti Fronx: મોડલ લાઇનઅપ પાંચ ટ્રિમ્સ - સિગ્મા, ડેલ્ટા, ડેલ્ટા+, ઝેટા અને આલ્ફા. તેની કિંમત 7.46 લાખ રૂપિયાથી 13.13 લાખ રૂપિયાની વચ્ચે છે.

Toyota Rumion: ટોયોટા કિર્લોસ્કર મોટરે ઓગસ્ટ 2023માં મારુતિ સુઝુકી અર્ટિગા પર આધારિત રૂમિયન MPV રજૂ કરી હતી. તેની કિંમત 10.29 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

Honda Elevate: Honda Cars India સપ્ટેમ્બર 2023માં એલિવેટ મિડ-સાઇઝ SUV લોન્ચ કરી હતી. તે ચાર ટ્રિમ્સમાં આવે છે - SV, V, VX અને ZX. તેની કિંમત 11 લાખથી 16 લાખ રૂપિયા સુધીની છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link