ટી-20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર ટોપ-5 બેટ્સમેન

Sat, 09 Feb 2019-7:10 am,

યૂનિવર્સલ બોસના નામથી જાણીતા વેસ્ટઈન્ડિઝના વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન ક્રિસ ગેલનું નામ આ યાદીમાં પ્રથમ સ્થાને આવે છે. જમૈકાનો આ ખેલાડી ટી20 ફોર્મેટનો સૌથી ઘાતક ખેલાડી છે અને પોતાનો દિવસ હોય ત્યારે એકલા હાથે મેચ જીતાડવામાં સક્ષમ છે. ક્રિસ ગેલે પોતાના 12 વર્ષના લાંબા કરિયરમાં 56 મેચ રમી છે, જેમાં 33ની એવરેજ અને 143ની સ્ટ્રાઇક રેટની મદદથી 1607 રન બનાવ્યા છે. ગેલે પોતાના કરિયરમાં 38 ટકા રન સિક્સની મદદથી બનાવ્યા, જેમાં 103 સિક્સ સામેલ છે. ટી20 ક્રિકેટમાં ગેલના નામે 13 અડધી સદી અને બે સદી સામેલ છે. તેનો સર્વાધિક સ્કોર 117 રન છે. 

ન્યૂઝીલેન્ડના ઓપનિંગ બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલ આ યાદીમાં બીજા સ્થાને આવે છે. પોતાના ટી20 કરિયરમાં ગુપ્ટિલે 76 મેચ રમી છે, જેમાં તેણે 34ની એવરેજ અને 132ની સ્ટ્રાઇક રેટથી 2272 રન બનાવ્યા છે. માર્ટિન ગુપ્ટિલે પોતાના ટી20 કરિયરમાં 27 ટકા રન સિક્સની મદદથી બનાવ્યા છે, જેમાં 102 સિક્સ સામેલ છે. 

ભારતનો ઓપનર રોહિત શર્મા આ યાદીમાં ત્રીજા સ્થાને આવે છે. તેણે પોતાના કરિયરમાં 91 મેચ રમી છે, જેમાં 32.8ની એવરેજ અને 138.9ની સ્ટ્રાઇક રેટથી 2287 રન બનાવ્યા છે. રોહિત શર્માએ પોતાના ટી20 કરિયરમાં 26 ટકા રન સિક્સની મદદથી બનાવ્યા છે. તેના નામે 100 છગ્ગા છે. ટી20માં રોહિતનો સર્વાધિક સ્કોર 118 રન છે, જે તેણે 2018માં શ્રીલંકા વિરુદ્ધ ઈન્દોરમાં બનાવ્યો હતો. 

ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન બ્રેન્ડન મેક્કુલમ આ યાદીમાં ચોથા સ્થાને આવે છે. જમણેરી બેટ્સમેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેતા પહેલા 71 ટી20 મેચ રમી હતી. જેમાં તેણે 35.6ની એવરેજ અને 135ની સ્ટ્રાઇક રેટથી 1571 રન બનાવ્યા છે. તેણે ટી20માં 91 સિક્સ ફટકારી છે. મેક્કુલમના નામે આંતરરાષ્ટ્રીય ટી20માં 2 સદી છે અને તેનો સર્વાધિક સ્કોર 58 બોલમાં 123 રન છે. જે તેણે શ્રીલંકા વિરુદ્ધ 2012માં બનાવ્યો હતો. 

ન્યૂઝીલેન્ડના ડાબોડી બેટ્સમેન કોલિન મુનરો ટી20માં સૌથી વધુ સિક્સ ફટકારવા મામલે પાંચમાં સ્થાને છે. તેણે પોતાના ટી20 કરિયરમાં અત્યાર સુધી 49 મેચ રમી છે, જેમાં 33.14ની એવરેજ અને 161.82ની સ્ટ્રાઇક રેટની મદદથી 1293 રન બનાવ્યા છે. મુનરોએ પોતાના ટ્વેન્ટી કરિયરના 39 ટકા રન સિક્સની મદદથી બનાવ્યા છે, જેમાં 84 સિક્સ સામેલ છે. ટી20માં મુનરોનો સર્વાધિક સ્કોર 58 બોલ પર 109* છે, જે તેણે ભારત વિરુદ્ધ 2017માં ફટકાર્યા હતા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link