પાણીમાં ડૂબાડશો તો પણ ખરાબ નહીં થાય આ Top 5 Smartphone, ઓછી કિંમતે મળશે આટલા બધા ફીચર્સ
1.5 મીટર સુધીના પાણીમાં ડૂબ્યા બાદ પણ આ ફોનને બચાવવા પાછળનું મોટું કારણ IP68 સુરક્ષા ફીચર છે. 6.5 ઈંચના એમોલેડ ડિસ્પ્લે અને 120Hz ના રિફ્રેશ રેટ સાથે સેમસંગનો આ ફોન 8GB RAM રેમ અને 128જીબી સ્ટોરેજ સુવિધા સાથે લેસ છે. એક્સીનોસ 990 ચિપ દ્વારા સંચાલિત આ ફોન ફ્લિપકાર્ટ પર તમને હાલ 39,865 રૂપિયાની કિંમતે મળી જશે.
અમેઝોન પર 39,999 રૂપિયાની કિંમતે મળતો આ ફોન વોટરપ્રુફ ફોન્સની આ રેન્જમાં સૌથી લોકપ્રિય છે. IP53 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ સાથે આ ફોનમાં બીજુ પણ ઘણું બધુ છે. 8GB RAM અને 246 જીબી યુએફએસ 3.1 સ્ટોરેજવાળો આ ફોન સ્નેપડ્રેગન 888 દ્વારા સંચાલિત છે. 6.67 ઈંચના એમોલેડ ડિસ્પ્લે અને 120Hz ના રિફ્રેશ રેટ સાથે મી 1X પ્રો 108MP ના કેમેરા સાથે આવે છે, જેની સાથે તેમા 8એમપીનો અલ્ટ્રા-આઈડ સેન્સર અને 5MP નો સેન્સર પણ સામેલ છે.
2020માં આવેલો iPhone SE IP57 સર્ટિફિકેશન સાથે આવે છે. એટલે કે 1 મીટર સુધીના પાણીમાં થોડા સમય સુધી ખરાબ થયા વગર રહી શકે છે. 64જીબી ઈન્ટરનલ સ્ટોરેજવાળો આ ફોન 4.7 ઈંચ ડિસ્પ્લે, 7એમપી ફ્રન્ટ કેમેરા અને 12એમપીના બેક કેમેરા સાથે આવે છે. આ ફોન એપલની એ13 બાયોનિક ચિપ દ્વારા સંચાલિત છે. રિલાયન્સ ડિજિટલ પર તમને આ ફોન 39,900 રૂપિયામાં મળી જશે.
આ લિસ્ટમાં સેમસંગનો આ બીજો ફોન છે. એક મીટર સુધીના પાણીમાં આ ફોનને સુરક્ષિત રાખવાની ક્ષમતાવાળો આ ફોન IP67 સર્ટિફિકેશન સાથે આવે છે. સ્નેપડ્રેગન 720 દ્વારા સંચાલિત આ ફોન 6.7 ઈંચના એમોલેડ ડિસ્પ્લેવાળી સ્ક્રિન, 8GB RAM અને 256GB સ્ટોરેજ સાથે મળશે. 64એમપીનો ટ્રિપલ કેમેરો અને 32એમપીનો સેલ્ફી કેમેરો પણ તેના એક ફીચર છે. અમેઝોન પર તેની કિંમત 38,650 રૂપિયા છે.
આ ફોનનું IPX4 સર્ટિફિકેશન એ વાતનું આશ્વાસન આપે છે કે આ ફોન પર પાણીના જેટલા પણ છાટા પડી જાય, તેને કઈ થશે નહીં. મીડિયાટેક આયમેન્સિટી 1000+ દ્વારા સંચાલિત આ ફોન 128જીબીનો સ્ટોરેજ આપે છે, સાથમાં 64MP નો ક્વોડ કેમેરા સેટઅપ અને 6.55 ઈંચની સ્ક્રિન આપે છે. આ ફોન તમે અમેઝોન પરથી 35,990 રૂપિયાની કિંમતે ખરીદી શકો છો.