Top 5 Upcoming EV: આ વર્ષે લોન્ચ થશે આ ટોપ 5 ઇલેક્ટ્રિક કાર, કઇ ખરીદશો તમે?

Sun, 18 Feb 2024-10:00 pm,

Tata Punch EV: ટાટા મોટર્સે નવી  Acti.EV પ્લેટફોર્મ પર બેસ્ડ પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક કાર પંચ ઇવીને લોન્ચ કરી છે. ટાટા પંચ ઇવીની પ્રાઇઝની વાત કરીએ તો 11 લાખ રૂપિયાથી માંડીને 15.5 લાખ રૂપિયા એક્સ શો રૂમ છે. તેમાં 25 kWh અને 35 kWh ની બે બેટરી પેક મળે છે. જે ક્રમશ: 321 km અને  421 km ની રેંજ આપવામાં સક્ષમ છે. 

Tata Curvv EV: અપકમિંગ ટાટા કર્વ ઇવી કંપની માટે એક નવા મોડલની શરૂઆતનું પ્રતિક છે. તેની ડિઝાઇન લેગ્વેંજ કંપનીની હાજરી ઇલેક્ટ્રિક એસયૂવી, નેક્સન ઇવી અને પંચ ઇવીની માફક હશે, જેમાં 30 kWh અને 40.5 kWh સામેલ થઇ શકે છે. ટાટા કર્વ ઇવી સંભવત: એપ્રિલમાં લોન્ચ થઇ શકે છે. તેની પ્રાઇઝની વાત કરીએ તો 20 થી 25 લાખ રૂપિયા રહેવાની આશા છે. 

Maruti Suzuki eVX: મારુતિ 2024 ના અંત સુધીમાં ભારતીય બજારમાં તેની પ્રથમ ઇલેક્ટ્રિક કાર EVX રજૂ કરશે. મારુતિ eVX માં 60 kWh બેટરી પેકહોવાની આશા છે, અને તે ફ્રન્ટ-વ્હીલ ડ્રાઇવ અને AWD સિસ્ટમ બંનેમાં ઓફર કરવામાં આવી શકે છે. મારુતિ EVX સંભવતઃ ડિસેમ્બરમાં લોન્ચ થઈ શકે છે, તેની કિંમત વિશે વાત કરીએ તો, તે 22 થી 28 લાખ રૂપિયા હોવાની અપેક્ષા છે.

Mahindra XUV.e8: મહિન્દ્રાની મોસ્ટ ડિમાંડિંગ મિડ સાઇઝ એસયૂવી, XUV700, એક ઓલ-ઇલેક્ટ્રિક વેરિએન્ટ, XUV.e8 ના રૂપમાં લોન્ચ કરવા માટે તૈયાર છે. તેના બે બેટરી પેક ઓપ્શન્સ સાથે ઉપલબ્ધ હોવાને આશા છે, જે 60 kWh અને  80 kWh વચ્ચે છે. મહિન્દ્રા XUV.e8 સંભવત: આ વર્ષના અંત સુધી લોન્ચ થઇ શકે છે, તેની પ્રાઇઝની વાત કરીએ તો 35 થી 40 લાખ રૂપિયા રહેવાની આશા છે. 

Citroen C3X EV: અપકમિંગ C3X ક્રોસ ઓવર સેડાન એક ઇલેક્ટ્રિક વેરિએન્ટમાં આવવવા માટે તૈયાર છે. જેમાં સ્ટાડર્ડ મોડલથી અલગ કર્વા માટે ડિઝાઇનમાં ફેરફાર કર્યા છે. તેમાં પણ ઇવી-સ્પેસિફિક ડિફરેંસ સાથે કૂપ જેવી રૂફ મળશે. સિટ્રોએન C3X ઇવી સંભવત: સપ્ટેમ્બરમાં લોન્ચ થઇ શકે છે. તેની પ્રાઇઝની વાત કરીએ તો 15 થી 20 લાખ રૂપિયા વચ્ચે હોવાની આશા છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link