Family Tour: ફેમીલી ટૂર માટે સૌથી બેસ્ટ છે આ 5 જગ્યાઓ, લાઈફમાં એકવાર જરૂર કરજો આ અનુભવ
તમે પરિવાર સાથે મુન્નાર પણ જઈ શકો છો. તમે મુન્નારમાં પરિવાર સાથે બોટિંગ, ગોલ્ફ, ટ્રેકિંગ જેવી ઘણી પ્રવૃત્તિઓ કરી શકો છો. અહીં તમે ચાના બગીચાઓની પણ મુલાકાત લઈ શકો છો.
તમિલનાડુનું આ હિલ સ્ટેશન ફેમિલી ટ્રીપ માટે બેસ્ટ ઓપ્શન છે. તમિલનાડુની નીલગિરી પહાડીઓ પર આવેલું આ હિલ સ્ટેશન તેની સુંદરતા માટે પ્રખ્યાત છે. અહીં તમે તમારા પરિવાર સાથે રોઝ ગાર્ડન, રેડ ગાર્ડન અને એમરાલ્ડ લેકની મુલાકાત લઈ શકો છો.
મનાલી ફેમિલી ટ્રિપ માટે પણ પરફેક્ટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સમાંનું એક છે. મનાલીમાં તમે સોલાંગ વેલી, રોહતાંગ પાસની મુલાકાત લઈ શકો છો, આ સિવાય તમે પેરાગ્લાઈડિંગ અને ટ્રેકિંગ જેવી પ્રવૃત્તિઓ કરી શકો છો.
રાજસ્થાનમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે તમારા પરિવાર સાથે ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. તમે રાજસ્થાનમાં પરિવાર સાથે જયપુર અને ઉદયપુર જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો. તમે જયપુરમાં હવા મહેલ અને ઉદયપુરમાં ઘણા તળાવોની મુલાકાત લઈ શકો છો.
મહાબળેશ્વર ભારતનું એક સુંદર પર્યટન સ્થળ છે જે મહારાષ્ટ્રમાં આવેલું છે, અહીં તમે ચાઈનામન વોટરફોલ, લિંગમાલા વોટરફોલ, કનોટ પીક અને કોયના ખીણની મુલાકાત લઈ શકો છો.