ભરૂચ-અંકલેશ્વર નેશનલ હાઈવે બંધ થતા ટ્રાફિક જામ, 5 કિલોમીટર સુધી હજારો વાહનોના પૈડા થંભ્યા, PHOTOs

Mon, 18 Sep 2023-11:36 am,

ભરૂચમાં ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીનુ પાણી 41 ફૂટના જળસ્તર પર વહી રહ્યું છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ભરૂચમાં સ્થિતિ વિકટ બની છે. અંકલેશ્વરના ગોલ્ડન બ્રિજ પાસે પાણી ભરાયા છે. આ કારણે ભરૂચ-અંકલેશ્વર વચ્ચે વાહન વ્યવહાર બંધ કરાયો છે. આખો રોડ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. છેક હાઈટન્શન વાયર સુધી પાણી ભરાતા મુશ્કેલી વધી છે. જેથી વાહનચાલકો તેમાં ન ફસાય તે માટે રોડ બંધ કરવાનો તાત્કાલિક નિર્ણય લેવાયો છે. 

નર્મદા મૈયા બ્રિજ બંધ થતા નેશનલ હાઈવે નં.૪૮ પર વાહનોની લાંબી કતાર લાગી છે. તમામ વાહનો નેશનલ હાઈવે નં .૪૮ તરફ વળતા ચક્કાજામ સર્જાયો છે. વાહનોની 5 કિલોમીટર લાંબી કતાર લાગી છે. અનેક વાહનો ટ્રાફિકજામમાં ફસાયા છે.   

સ્ટેટ કંટ્રોલ રૂમના અપડેટ અનુસાર, આજે ગુજરાતમાં 180 રોડ બંધ છે. તો 2 નેશનલ હાઈવે બંધ થયા છે. 15 સ્ટેટ હાઈવે બંધ થયા છે. 144 પંચાયત હસ્તકના રોડ બંધ હાલતમાં છે. આ ઉપરાંત 19 અન્ય માર્ગો બંધ થયા છે. 

રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદની સમીક્ષા માટે બેઠક મળી. મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસએ બેઠક કરી. રાહત કમિશનર આલોક પાંડે સહિતના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા. રાજ્યમાં વરસાદના કારણે ફસાયેલા લોકોના રેસ્કયું અંગે સમીક્ષા કરાઈ. વિવિધ સ્થળોએ પૂરની સ્થિતિની સમીક્ષા કરાઈ. રાજ્યના જળાશયોમાં પાણીના જથ્થાને લઇને સમીક્ષા કરાઈ. સ્થળાંતર કરાયેલા લોકોની વ્યવસ્થા માટે બેઠકમાં સમિક્ષા કરાઈ. બંધ થયેલા માર્ગો ઝડપથી કાર્યરત થાય તે અંગે બેઠકમાં કરાઈ ચર્ચા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link