Photos: અત્યંત દુર્લભ...પાંખવાળું Dinosaur! 7 કરોડ વર્ષ જૂના ઈંડામાંથી મળ્યું ડાયનાસોરનું `બચ્ચું`
Dinosaur Embryo Found in China: કરોડો વર્ષ પહેલા ધરતી પર ડાયનાસોરનું રાજ હતું. વૈજ્ઞાનિકોએ પોતાની અનેક શોધમાં એ વાતની પુષ્ટિ કરી છે કે કરોડો વર્ષ પહેલા ધરતી પર ડાયનાસોરની અનેક પ્રજાતિઓ રહેતી હતી. પરંતુ હાલના સમયમાં આ દાવાને વધુ બળ મળ્યું છે. ચીનના જિયાંગશી પ્રાંતમાં (Jiangxi) વૈજ્ઞાનિકોને ડાયનાસોરના ઈંડાના અવશેષો મળ્યા છે. ખાસ વાત એ છે કે આ ઈંડુ સંપૂર્ણ રીતે વિક્સિત થઈ ચૂક્યું હતું અને ડાયનાસોરનું બાળક જન્મ લેવા માટે તૈયાર જ હતું. ઈંડાની અંદર ડાયનાસોર ભ્રૂણ (Dinosaur Embryo) ના અવશેષ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.
વૈજ્ઞાનિકોનો એવો દાવો છે કે અત્યાર સુધીમાં દુનિયામાં મળેલા તમામ ડાયનાસોના ભ્રૂણોમાં આ ભ્રૂણ સૌથી વધુ વિકસિત છે. આ સાથે જ એક આંકલન મુજબ તેની લંબાઈ લગભગ 10.6 ઈંચ હશે. વૈજ્ઞાનિકોએ તેને બેબી યિંગલિયાંગ(Baby Yingliang) નામ આપ્યું છે. તેની ઉંમર લગભગ 7 કરોડ વર્ષ હોવાનું કહેવાય છે. નોંધનીય વાત છે કે બેબી યિંગલિયાંગ ઓવિરાપ્ટોરોસોર (Oviraptorosaurs)ની પ્રજાતિનો ડાયનાસોર છે.
ઓવિરાપ્ટોરોસોર ડાયનાસોરને પાંખવાળા ડાયનાસોર પણ કહે છે. ખાસ વાત એ છે કે આ ડાયનાસોર કઈક હદે ચકલીની જેમ હોય છે. તેના દાંત નહતા અને તેનું મોઢું ચાંચની જેમ રહેતું હતું. મીડિયા રિપોર્ટ મુજબ બેબી યિંગલિયાંગનું શરીર સંપૂર્ણ રીતે વિકસિત થઈ ગયું હતું. તે થોડા દિવસમાં જ ઈંડામાંથી બહાર આવવાનું છે. તેનું માથું અને શરીરનો નીચેનો ભાગ હતો અને શરીર પીઠના આકારમાં વળેલું હતું.
અત્રે જણાવવાનું કે બેબી યિંગલિયાંગની ખોજને વૈજ્ઞાનિકોની મોટી સફળતા ગણવામાં આવે છે. આ ખોજને યુનિવર્સિટી ઓફ બર્મિંઘમના વૈજ્ઞાનિક ફિયોન વેસમ માઈ અને તેમની ટીમે કરેલી છે
આ ભ્રૂણની મદદથી હવે વૈજ્ઞાનિક ડાયનાસોરના વિકાસ અને તેમના જીવન અંગે મહત્વની જાણકારી ભેગી કરશે. આ સાથે જ ધરતી પર ડાયનાસોરના જન્મ, વિકાસ અને અંત વિશે પણ મહત્વની જાણકારીઓ મળશે.