PiCS : ટ્રમ્પે કાંત્યો ચરખો અને લખ્યો સુંદર મેસેજ
અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા પછી અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાના પરિવાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ, તેમની પત્ની અને પીએમ મોદીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. ટ્રમ્પ અને મેલેનેયાએ સાબરમતીમાં ગાંધીજીના ત્રણ વાંદરાઓ વિશે જાણકારી મેળવી હતી.
સાબરમતી આશ્રમમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પત્ની મેલેનિયાએ ચરખો કાંત્યો હતો. આ સમયે પીએમ મોદી પણ હાજર હતા.
સાબરમતી આશ્રમની મુલાકાત દરમિયાન અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ નરેન્દ્ર મોદી માટે ઉષ્માળુ મેસેજ લખ્યો અને આભાર માન્યો.
સાબરમતી આશ્રમમાં ટ્રમ્પ અને તેની પત્નીએ વિઝિટર બુકમાં પોતાનો અનુભવ લખ્યો.