ગુજસેલનાં તત્કાલિન કેપ્ટન અજય ચૌહાણ સહિત 3 સામે ફરિયાદ, લાખો રૂપિયાનું આચર્યું કૌભાંડ

ગુજરાત એસીબીની પ્રાથમિક તપાસ માં કેપ્ટન અજય ચૌહાણ એ ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવતા એસીબી એ કેપ્ટન અજય ચૌહાણ સહિત ત્રણ ગુજસેલ ના એકાઉન્ટન્ટ અલ્પેશ કુમાર પ્રજાપતિ તેમજ કેશમેક એવીએશન ના ડાયરેક્ટર અલ્પેશ ત્રિપાઠી વિરુદ્ધ લખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યાની ફરિયાદ નોંધી ત્રણેયની ધરપકડ કરવા માટે તજવીજ ગુજરાત એસીબી એ હાથ ધરી છે. 

ગુજસેલનાં તત્કાલિન કેપ્ટન અજય ચૌહાણ સહિત 3 સામે ફરિયાદ, લાખો રૂપિયાનું આચર્યું કૌભાંડ

ઉદય રંજન/અમદાવાદ: ગુજસેલના તત્કાલીન કેપ્ટન અજય ચૌહાણ સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ગુજરાત ACB એ લાખો રૂપિયાના ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધી ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યા છે. 

અજય ચૌહાણ વિરુદ્ધ થોડા સમય પહેલા ભ્રષ્ટાચાર તેમજ પરિવારના સભ્યોને સરકારની મંજૂરી વગર હવાઈ મુસાફરી કરાવતા હોવાનો આક્ષેપો થયા હતા. જેના પગલે ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા. જે આધારે ગુજસેલ ના સિનીયર ચીફ સિક્યોરિટી ઓફિસર અને જનરલ મેનેજર, વહીવટ અધિકારી એ ગુજરાત એસીબીમાં એક ફરિયાદ આપી હતી. જે આધારે ગુજરાત એસીબી એ તપાસ શરુ કરી હતી. 

ગુજરાત એસીબીની પ્રાથમિક તપાસ માં કેપ્ટન અજય ચૌહાણ એ ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવતા એસીબી એ કેપ્ટન અજય ચૌહાણ સહિત ત્રણ ગુજસેલ ના એકાઉન્ટન્ટ અલ્પેશ કુમાર પ્રજાપતિ તેમજ કેશમેક એવીએશન ના ડાયરેક્ટર અલ્પેશ ત્રિપાઠી વિરુદ્ધ લખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યાની ફરિયાદ નોંધી ત્રણેયની ધરપકડ કરવા માટે તજવીજ ગુજરાત એસીબી એ હાથ ધરી છે. 

ACB ની તપાસમાં શું આવ્યું સામે?
ગુજસેલના તત્કાલીન કેપ્ટન અજય ચૌહાણ એ તેમની કામગીરીના સમય દરમિયાન એટલે કે વર્ષ 2017 બાદ અલગ અલગ રીતે ભ્રષ્ટાચાર કર્યો હતો. 

1 - કેપ્ટન અજય ચૌહાણ એ સરકારના એરક્રાફ્ટ નો ઉપયોગ પોતાના સગા સંબંધીઓ તેમજ મિત્રો ને હવાઈ મુસાફરી કરવામાં કર્યો હતો, જેનાથી સરકારી પેટ્રોલ તથા અન્ય સાધનોનો દુરુપયોગ થયા હોવાનું સામે આવ્યું છે

2 - કેપ્ટન અજય ચૌહાણ ગુજસેલ સિવાય આર્યન એવીએશન માં ફ્લાઇંગ ડ્યુટી કરી લાખો રૂપિયા મેળવ્યા છે

3 - ગુજસેલમાં મેનપાવર પૂરો પાડવા માટે કેસમેક એવીએશન સાથે ગેરકાયદેસર કરાર કરી કેશમેક એવીએશનના ડિરેક્ટર અલ્પેશ ત્રિપાઠી સાથે મળી પોતાના ખાનગી એકાઉન્ટમાં કંપની તરફથી દસ લાખ રૂપિયા મેળવ્યા હતા

4 - ગુજસેલ ના એકાઉન્ટન્ટ અલ્પેશ પ્રજાપતિ એ કેસમેક કંપની નો કર્મચારી નહીં હોવા છતાં પણ અજય ચૌહાણ અને અલ્પેશ ત્રિપાઠી સાથે મળી કંપનીના ચાર લાખથી વધુના બિલો અને વાઉચર માં સહી કરી ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવ્યું છે.

હાલમાં એસીબીની પ્રાથમિક તપાસમાં ત્રણેય આરોપીઓએ એકબીજા સાથે મળી અલગ અલગ રીતે 72 લાખથી વધુ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવ્યું છે. એસીબીની અલગ અલગ ટીમો દ્વારા ત્રણેય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ત્રણેય આરોપીઓ ની અપ્રમાણસર મિલકત અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે અપ્રમાણસરના પુરાવા મળ્યા બાદ આ અંગે પણ ફરિયાદ નોંધવામાં આવશે.
 
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news