ટીવીની નવી નાગિને દેસી લુકમાં લગાવ્યો ગ્લેમરનો તડકો, PHOTOS જોઇ તમે પણ થઇ જશો ફીદા
તેજસ્વી પ્રકાશે હોળી સેલિબ્રેશન બાદ પોતાની નવી તસવીરો શેર કરી છે જેમાં તે સુંદર લાગી રહી છે.
ફોટામાં જોઇ શકાય છે કે તેજસ્વી પ્રકાશ લેંઘો-ચોળી પહેરેલી જોવા મળી રહી છે. તેમના આ ફોટોશૂટની ઝલક પોતાના ફેન્સને બતાવી છે.
તેજસ્વી પ્રકાશના ચહેરા પર રંગ લાગેલો છે અને તેમણે કેમેરા સામે એક-એકથી ચઢિયાતા પોઝ આપ્યા છે.
તેજસ્વી પ્રકાશનો આ લુક ઇન્ટરનેટ પર છવાઇગયો છે. ફેન્સથી માંડીને સેલેબ્સ સુધી તેમના હુસ્નની પ્રશંસા કરી રહ્યા છે.
વર્ક ફ્રંટની વાત કરીએ તો તેજસ્વી પ્રકાશ 'નાગિન 6' શોમાં નાગિનનું પાત્ર ભજવી રહી છે. તેમણે તાજેતરમાં જ 'બિગ બોસ 15' નો ખિતાબ પોતાના નામે કર્યો છે.