Twitter યૂઝર્સ રહે સતર્ક, આ રીતે તમારા અકાઉંટને રાખો સુરક્ષિત અને Secure

Mon, 10 May 2021-7:39 pm,

Two Step Verification ને ચાલુ રાખો. આ ફિચર તમારા અકાઉંટને હેક થતાં તો નહીં રોકી શકે. પણ એ તમારા ટ્વીટર અકાઉંટની સુરક્ષામાં સેકન્ડ લેયર તરીકે કામ કરશે. એટલેકે, તમારા અકાઉંટ સાથે કોઈપણ જાતની છેડછાડ થશે તો તમને તેનો મેસેજ કે લીંક જરૂર આવશે.

   ટ્વીટર પર તમે તમારા ફોલોવર્સને રહીને ખુબ જ સજાગ રહેજો. જો કોઈ તમને હેરાન કરતું હોય અથવા તમારા ટ્વીટસ પર સતત નજર રાખતું હોય તો તુરંત જ તેને અનફોલો અથવા બ્લોક કરી દો.

જો તમે અને તમારો મિત્રો એક જ અકાઉંટને બ્લોક કરવા માંગતા હોવ તો તમે એડવાંસ બ્લોક ફિચરનો પણ ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ તમે સેટિંગ્સ મેન્યૂમાં જઈને કરી શકો છો.

આનાથી તમને કોઈ સીધો મેસે જ નહીં કરી શકે. એટલેકે, તમને જે ફોલો નથી કરતું અથવા તમે જેને ફોલો નથી કરતા એ વ્યક્તિ તમને કોઈ સીધો મેસેજ નહીં મોકલી શકે.

જો તમારું ટ્વીટર અકાઉંટ પ્રાઈવેટ હોય તો તમે માત્ર એ જ લોકોને તમારા ટ્વીટ જોવાની પરવાનગી આપી શકો જે તમને ફોલો કરતા હોય. આનાથી તમારું એકાઉંટ એકદમ બેઝિક થઈ જશે અને હેકર્સ માટે એમાં છેડછાટ કરવી ખુબ મુશ્કેલ છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link