NPS Rules: 1 એપ્રિલથી બદલાઇ જશે આ નિયમ, PFRDA એ પહેલાં પણ કર્યા છે 5 મોટા ફેરફાર

Wed, 20 Mar 2024-11:49 am,

એનપીએસ (NPS) માં એપ્રિલથી ટૂ ફેક્ટર ઓથેંટિકેશન (Two Factor Authentication) લાગૂ થવા જઇ રહ્યું છે. તેમાં એનપીએસ સબ્સક્રાઇબર્સને આધાર વેરિફિકેશન અને મોબાઇલ પર આવેલા ઓટીપી દ્વારા લોગઇન કરવું પડશે. તેનાથી એનપીએસ એકાઉન્ટને પહેલાંના મુકાબલે વધુ સુરક્ષિત કરવામાં આવશે. ત્યારે એકાઉન્ટ લોગઇન કરવા માટે યૂઝર્સ આઇડી અને પાસવર્ડની જરૂર હોય છે. તેના દ્વારા લોગઇન કર્યા બાદ જ કોઇપણ પ્રકારના ફેરફાર સંભવ નથી. 

પીએફઆરડી (PFRDA) એ 1 ફેબ્રુઆરીથી ઉપાડના નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમો અંતગર્ત એનપીએસ ખાતાધારકને કુલ જમા રાશિના 25 ટકાથી વધુ રકમ કાઢવાની અનુમતિ નથી. તેમાં ખાતાધારક અને એમ્પ્લોયર બંનેના યોગદાનની રકમનો સમાવેશ કરવામાં આવશે. તેના અનુસાર તમારા નામ પર પહેલાંથી જ એક ઘર છે તો તેના માટે એનપીએસ એકાઉન્ટમાંથી આંશિક વિડ્રોલ કરવાની અનુમતિ રહેશે નહી. 

પીએફઆરડીએએ પૈસા કાઢવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમ અંતગર્ત એનપીએસ સબ્સક્રાઇબર અપોતાના રોકાણથી એકસાથેના બદલે પોતાની જરૂરિયાત મુજબ પણ પૈસા ઉપાડી શકો છો. આ નિયમ અંતગર્ત તમે મેચ્યોરિટી એમાઉન્ટને પોતાની જરૂરિયાત અનુસાર માસિક/ત્રિમાસિક/છ માસિક અથવા વાર્ષિક આધાર પર નિકાળી શકશો. પહેલાં નિયમ હતો કે એનપીએસમાં જમા રકમમાંથી તમે 60 ટકા એકવારમાં કાઢી શકો છો. પરંતુ બાકી 40 ટકા રકમ પેંશન માટે એન્યૂટી પ્લાન ખરીદવો જરૂરી  હતો. 

અગાઉ PFRDA એ પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર કર્યો હતો. નવા નિયમો અનુસાર પૈસા ઉપાડવા માટે તમારે કેટલાક દસ્તાવેજોની જરૂર પડશે. જો લાભ લેનાર વ્યક્તિ નિર્ધારિત દસ્તાવેજો અપલોડ કરતી નથી અથવા તેમાં કોઈ વિસંગતતા જોવા મળે છે, તો તેનું પેન્શન રોકી શકાય છે. સૌ પ્રથમ તમારે તપાસ કરવી પડશે કે તમે NPS ઉપાડ ફોર્મ અપલોડ કર્યું છે કે નહીં. આ સિવાય તમારી પાસે બેંક એકાઉન્ટ પ્રૂફ, PRAN અથવા પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર કાર્ડની કોપી પણ હોવી જોઈએ.

આ પહેલાં  પીએફઆરડીએ (PFRDA) એ એનપીએસ (NPS) સબ્સ્ક્રાઇબર્સ માટે ઉપાડની પ્રક્રિયાને સરળ બનાવવાના પ્રયાસ અંતગર્ત ગત વર્ષે પેન્શન ફંડ છોડ્યા પછી એન્યીટી પસંદ કરવા માટે એક અલગ દરખાસ્ત ફોર્મ ભરવાની જરૂરિયાતને દૂર કરી દીધી હતી. પેન્શન બોર્ડ દ્વારા સૂચવવામાં આવ્યું હતું કે NPS સબ્સ્ક્રાઇબર્સ દ્વારા ફાઈલ કરવામાં આવેલ ઉપાડ ફોર્મને વાર્ષિકી દરખાસ્ત તરીકે ગણવામાં આવશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link