બંગાળની ખાડીમાં એક નહીં બે વરસાદી સિસ્ટમ સક્રિય! આ જિલ્લાઓમાં થશે જળબંબાકાર, ખાડીમાંથી આવી રહી છે મોટી આફત

Sat, 15 Jul 2023-8:59 pm,

સ્કાયમેટ દ્વારા પણ ગુજરાતમાં વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યું હતું કે, આગામી 1 અઠવાડિયું ફરી ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ કરી શકે છે. ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. તેમજ દક્ષિણ- પૂર્વી ગુજરાતમાં ભારે વરસાદ થશે. કચ્છ અને જામનગર- દ્વારકામાં પણ વરસાદનું જોર સામાન્ય રહેશે. વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, ભાવનગર, તાપીમાં વરસાદ થસે. ઓફસોર ટ્રફ મજબૂત બનશે. બંગાળની ખાડીમાં નવું ચક્રવાત બનશે. 

16 જૂલાઈએ વલસાડ, તાપી, ડાંગમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે 16 જૂલાઈ સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે. આ તરફ 16 જૂલાઈએ  દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ 17 જૂલાઈએ વલસાડ, તાપી, ડાંગમાં વરસાદ વરસી શકે છે. આ સાથે સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને પોરબંદરમાં વરસાદની આગાહી કરાઇ છે. 

આ તરફ 18 જૂલાઈએ વલસાડ, તાપી, ડાંગમાં વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે 18 જૂલાઈએ સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, પાટણ, બનાસકાંઠા અને પોરબંદરમાં વરસાદની આગાહી છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ 19 જૂલાઈ વલસાડ, તાપી, ડાંગમાં વરસાદનું આગમન થશે. આ સાથે 19 જૂલાઈએ સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, પાટણ, બનાસકાંઠા, પોરબંદર, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, કચ્છ અને દ્વારકામાં વરસાદની આગાહી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link