રિલાયન્સ જિયોના 2 વર્ષ: મુકેશ અંબાણીએ યૂજર્સને શું ભેટ આપી, અહીં જાણો

Thu, 06 Sep 2018-3:50 pm,

રિલાયન્સ જિયો 2 વર્ષનું થઇ ગયું છે એટલે કે જિયોના લોંચિંગને 2 વર્ષ પુરા થઇ ગયા છે. આ બે વર્ષમાં રિલાયન્સ જિયોએ ટેલીકોમ ઇંડસ્ટ્રીમાં ખળભળાટ મચાવ્યો. ડિજિટલ ક્રાંતિ દ્વારા દરેક ભારતીય સુધી ઇન્ટરનેટ પહોંચાડ્યું. મુકેશ અંબાણીના સ્વામિત્વવાળી જિયોએ ફ્રી કોલિંગથી લઇને ઘણી ભેટ યૂજર્સ સુધી પહોંચાડી. નવી એંટ્રી બાદ રિલાયન્સ જિયોએ ટેલિકોમ માર્કેટમાં પોતાને એક મોટા લીડરના રૂપમાં રજૂ કર્યો. 2 વર્ષમાં જિયોએ યૂજર્સને શુ આપ્યું. માર્કેટમાં પોતાની અલગ ઓળખ કેવી બનાવી આવો જાણીએ. 

રિલાયન્સ જિયોના નામે બે વર્ષમાં ઘણા કિર્તિમાન છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ છે સબ્સક્રાઇબર્સને પોતાની સાથે જોડવાનો રેકોર્દ. બે વર્ષમાં કોઇપણ ટેક્નોલોજી કંપનીના મુકાબલે રિલાયન્સ જિયોએ સૌથી ઝડપી યૂઅજ્ર્સને પોતાની સાથે જોડ્યા. એક આંકડા અનુસાર, જિયોએ દર સેકન્ડ 7 યૂજર્સને ફક્ત 170 દિવસમાં 100 મિલિયન યૂજર્સ જિયો સાથે જોડાયા. બે વર્ષમાં કંપનીનો યૂજર બેસ 215 મિલિયન એટલે કે 21.5 કરોડ યૂજર્સ સુધી પહોંચી ગયું. 

મુકેશ અંબાણીએ યૂજર્સને સૌથી મોટી ભેટ ફ્રી કોલિંગની આપી. મોબાઇલના ખર્ચથી પરેશાન યૂજર્સને ફ્રી વોઇસ કોલિંગ મળવાથી ટેલિકોમ માર્કેટમાં નવી ક્રાંતિની શરૂઆત થઇ. તેના લીધે બીજી કંપનીઓને પણ પોતાના ટેરિફમાં ફેરફાર કરવા પડ્યા. જેના લીધે બીજી કંપનીઓને નુકસાન થયું અને જિયોને મોટો ફાયદો. આ પહેલાં ફ્રી કોલિંગ એક સપનું જ હતું. જિયોએ ટેરિફ પ્લાન દ્વારા યૂજર્સને અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા આપી. મજબૂરીમાં બીજી કંપનીઓને પણ ફ્રી કોલિંગ શરૂ કરવું પડ્યું. 

રિલાયન્સ જિયોના લોંચ બાદથી ભારતમાં ડેટાને લઇને નવી પહેલ શરૂ થઇ. ગામડે ગામડે સુધી ઇન્ટનેટ પહોંચાડ્યું. સ્પીડમાં સુધારો થયો અને ડેટાની જાળ આખા ભારતમાં ફેલાઇ ગઇ. જ્યાં પહેલા મહિને ફક્ત 20 કરોડ જીબી ડેટાની ખપત હતી. હવે આ વધીને 370 કરોડ જીબે સુધી પહોંચી ગઇ. જિયો યૂજર્સ 240 કરોડ જીબી ડેટાનો ઉપયોગ દર મહિને કરે છે. ડેટા ખપતના મામલે જીયો પહેલા નંબરની ટેલિકોમ કંપની છે. ખાસ વાત એ છે કે જિયોની એંટ્રી પહેલાં 1 જીબી ડેટાની કિંમ્ત 250 રૂપિયા હતી, પરંતુ જિયોની એંટ્રી બાદ ફક્ત 15 રૂપિયા પ્રતિ જીબી પર આવી ગઇ. 

જિયોનું ભારતમાં સૌથી વધુ LTE કવરેજ છે. આ કોઇપણ અન્ય ટેલિકોમ કંપનીઓના મુકાબલે સૌથી વધુ છે. જિયો ટૂંક સમયમાં 99 ટકા ભારતીય જનસંખ્યાને કવર કરી લેશે. જિયોના લીધે જ ભારતે ગત 25 વર્ષોમાં પહેલીવાર 2જી કવરેજની તુલનામાં 4જી કવરેજનો વિસ્તાર કર્યો. આ દુનિયામાં સૌથી ઝડપથી ફેલાતું નેટવર્ક બન્યું. આજે કંપની દેશના દરેક ખૂણામાં 4જી સર્વિસ પહોંચાડવાના મામલે પહેલી કંપની છે. 

રિલાયન્સ જિયોએ LYF ડિવાઇસ લોંચ કર્યો. તેમાં સ્માર્ટફોન બનાવનાર કંપનીઓએ LTE ટેક્નોલોજી પર ફોકસ કરવાનું શરૂ કર્યું. હવે મોટાભાગના મોબાઇલ હેંડસેટ આ ફીચર્સ સાથે ઉપલબ્ધ છે. આ ઉપરાંત રિલાયન્સ જિયોએ જિયોફાઇ લોંચ કર્યું. તેનાથી યુજર્સને એકસાથે ઘણા ડિવાઇસમાં ઇન્ટરનેટની સુવિધા મળી. ખાસ વાત એ રહી કે આ ડિવાઇસની મદદથી યૂજર્સને પોતાના જૂની 2જી અને 3જી હેડસેંટ પર જ VoLTE કોલ્સની સુવિધા મળી. આ કોઇપણ કંપની માટે મોટી ઉપલબ્ધિ છે. 

વર્ષ 2018ની એજીએમમાં રિલાયન્સ જિયોના ચેરમેન મુકેશ અંબાણીએ જિયો ફોન-2 લોંચ કર્યો. સાથે જ યૂજર્સ વચ્ચે જિયો ફોન રાખવા માટે જૂના હેંડસેટને અપગ્રેડ કરવામાં આવ્યો. જિયો ફોન 2નું વેચાણ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલાં ગત વર્ષે એક કંપનીએ ફીચર ફોનની દુનિયામાં પોતાનો જિયો ફોન લોંચ કર્યો હતો. 

વર્ષ 2018ની એજીએમમાં રિલાયન્સ જિયોના ચેરમેન મુકેશ અંબાણીએ જિયો ગીગા ફાયબરની જાહેરાત કરી. જિયો ગીગા ફાઇબર એક બ્રોડબ્રેંડ સેવા છે, જેને નવેમ્બરમાં શરૂ કરવામાં આવી શકે છે. તેના દ્વારા યૂજર્સને વધુ સ્માર્ટ બનાવવાનું સપનું મુકેશ અંબાણીએ જોયું છે. સ્માર્ટ હોમ, સ્માર્ટ ટીવીની સાથે ઇન્ટરનેટ દ્વારા ઘરોની સુરક્ષા જેવા ફિચર્સથી સજ્જ ગીગા ફાઇબર એક નવી ક્રાંતિ લઇને આવશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link