PICS: આ મહિલા બેડરૂમમાં આરામથી સૂતા સૂતા મહિને 41 લાખ રૂપિયા કમાય છે, તમે પણ કરી શકો છો ધરખમ કમાણી

Thu, 15 Jul 2021-8:23 am,

ધ સનના રિપોર્ટ મુજબ 30 વર્ષની મિશેલ મોર્ગનને વર્ષ 2019માં પતિએ ડિવોર્સ આપી દીધા. ત્યારબાદ બે સપ્તાહની અંદર જ તેના પ્રિય શ્વાનનું પણ મોત થુયં. જે ફક્ત 3 વર્ષનો હતો અને કેન્સર સામે ઝઝૂમી રહ્યો હતો. ત્યારબાદ તે ખુબ જ પરેશાન રહેવા લાગી હતી. (તસવીર ધ સન)

ઈંગ્લેન્ડના વેલ્સમાં રહેતી મિશેલ મોર્ગન કહે છે કે તેના માટે ડિવોર્સથી વધુ મુશ્કેલ કૂતરાનું મોત હતું કારણ કે તેની સાથે તેને ખુબ લગાવ હતો. ત્યારબાદ તે ખુબ જ પરેશાન રહેવા લાગી. એક અઠવાડિયા સુધી તે પોતાના બેડ ઉપર જ પડી રહી. મિશેલ માટે આ ત્રણ અઠવાડિયા લાઈફના સૌથી મુશ્કેલ સમય હતો.  (તસવીર ધ સન)

તલાક અને શ્વાનના મોત બાદ મિશેલ મર્ગન ખુબ પરેશાન રહેવા લાગી પરંતુ તેણે હાર ન માની અને પોતાની જાતને સંભાળી. જીવનને આગળ વધારવા માટે તેણે એવું કામ કર્યું કે જેનાથી તે હવે પોતાના ઘરમાં જ બેડ પર સૂતા સૂચા 40 હજાર પાઉન્ડ એટલે કે લગભગ 41.21 લાખ રૂપિયા કમાઈ લે છે. (તસવીર ધ સન)

મિશેલ મોર્ગને ઘર પર રહી તે દરમિયાન આર્ટ વર્ક પર ધ્યાન આપ્યું અને કેટલાક અઠવાડિયાની ટ્રેનિંગ બાદ ડિજિટલ આર્ટ વર્ક શરૂ કરી દીધુ. ત્યારબાદ તેણે કેટલાક પૈસા સ્પેશિયલ ઈક્વિપમેન્ટ્સમાં ઈન્વેસ્ટ કર્યા અને પોતાનો બિઝનેસ શરૂ કર્યો. (તસવીર ધ સન)

મિશેલ મોર્ગન જણાવે છે કે કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે લગાવવામાં આવેલા લોકડાઉન દરમિયાન મે બેડરૂમમાં આરામ કરતા કરતા મારો બિઝનેસ વધાર્યો. ગત વર્ષ એપ્રિલ અને જુલાઈ વચ્ચે મારા બિઝનેસ મિમો આર્ટ્સના માધ્યમથી 1.17 લાખ પાઉન્ડ એટલે કે 1.2 કરોડ રૂપિયાના ઓર્ડર વેચ્યા. (તસવીર ધ સન)

મિશેલના કામના ખુબ વખાણ થઈ રહ્યા છે અને દુનિયાની ટોપ બ્રાન્ડ્સ તેને હાયર કરવા માંગે છે. અત્યાર સુધીમાં તે અનેક જાણીતી બ્રાન્ડ માટે કામ કરી ચૂકી છે જેમાં Vogue, Prada, Chanel અને Christian Dior સામેલ છે. (તસવીર ધ સન)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link