આવી ગયો સૌથી મજબૂત Smartphone! ટ્રકનું ટાયર ચઢી જશે તો પણ કશું જ નહી થાય

Thu, 17 Aug 2023-12:24 pm,

Ulefone Armor 22ની ડિઝાઈન જોઈને લાગે છે કે તે એકદમ મજબૂત છે. તે એકદમ પતળો છે, તેનું માપ ફક્ત 0.59 ઇંચ છે. રિયર શેલમાં ધાર છે, જે પકડમાં વધારો કરે છે. તેમાં એન્ટિ-સ્લિપ મેટલ સ્ટ્રિપ્સ પણ છે.

Ulefone Armor 22 માં ડ્યુઅલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે, જેમાં 64MP વાઇડ-એંગલ લેન્સ અને 64MP નાઇટ વિઝન લેન્સ છે. 64MP નાઇઝ વિઝન કેમેરા પ્રભાવિત કરે છે, જે Ulefone NightElf Ultra 2.0 અલ્ગોરિધમ દ્વારા સંચાલિત છે. તો બીજી તરફ ફ્રન્ટ પર 16MP ફ્રન્ટ-ફેસિંગ કેમેરા ઉપલબ્ધ છે.

Ulefone Armor 22 ઘણા પડકારોનો સામનો કરે છે. તેની IP68/IP69K સુરક્ષા રેટિંગ પાણી, ધૂળ અને વધુ પડતા તાપમાન વિરૂદ્ધ પ્રતિરોધ સુનિશ્વિત કરે છે, એટલે કે ફોન પડી જતાં, પાણી ડૂબી જતાં પણ ખરાબ નહી થાય. 

Ulefone Armor 22 માં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.58-ઇંચ FHD+ ડિસ્પ્લે મળે છે. ફોન MediaTek Helio G96 ચિપસેટ દ્વારા સંચાલિત છે અને Android 13 પર ચાલે છે.

Ulefone Armor 22માં 9600mAhની મોટી બેટરી છે. 8GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટ 16GB રેમ અને 512GB સ્ટોરેજ સુધી વધારી શકાય છે. ફોનને બે કલર (બ્લેક અને ગ્રીન)માં રજૂ કરવામાં આવ્યો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link