ગુજરાત જ નહીં, અમેરિકા- બ્રિટન સુધી પહોંચશે `મા ઉમા`નો પ્રસાદ, પાટીદારોની વધુ એક પહેલ

Sun, 05 Nov 2023-7:16 pm,

જગત જનની મા ઉમિયાની પ્રસાદીરૂપે દરેક ઘર સુધી મીઠાઈ અને ફરસાણ પહોંચે તે હેતુંથી ઉમા સ્વાદમનું શુભારંભ કરાયો છે. જેનું ઓનલાઇન વેચાણ પણ શરૂ કરેલ છે. આ માટે વિશ્વઉમિયાધામની વેબસાઈટ ઉપર આપેલ લિંક ઉપર જઇ ઓર્ડર કરી શકાય છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને છેલ્લા એક વર્ષથી ઉમા સ્વાદમ નામથી મીઠાઈ અને ફરસાણનું વેચાણ શરૂ કરેલ છે.

આ વેચાણથી મળતી નફાની રકમ મંદિરના નિર્માણમાં વાપરવાની છે અને તે રીતે મીઠાઈ તેમજ ફરસાણ ખરીદનાર વ્યક્તિ આપોઆપ મંદિર નિર્માણમાં સહયોગી દાતા બની જાય છે. ઉમા સ્વાદમના નવા સ્ટોરનું ઉદ્ધાટન અમદાવાદના સાયન્સ સિટી રોડ પર કરવામાં આવ્યું હતું.

આશીર્વચન પૂજ્ય કથાકાર રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજીએ આશીર્વચન આપ્યા હતા. ઉમા સ્વાદમ અંગે વાત કરતા સંસ્થાના પ્રણેતા અને પ્રમુખ આર.પી.પટેલ જણાવે છે કે સમાજનો નાનામાં નાનો માણસ પણ દાન આપી શકે તે ઉદ્દેશ્યથી ઉમા સ્વાદમનો શુભારંભ કરાયો છે. ગુજરાત જ નહીં પણ અમેરિકા અને બ્રિટન સુધી મા ઉમિયાનો પ્રસાદ ઘર ઘર સુધી પહોંચે તે હેતું ઉમા સ્વાદમનો શુભારંભ કરાયો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link