PHOTOS: બાલી કે થાઈલેન્ડ નહીં, આ છે ભારતની સૌથી સાફ નદી, તસવીરો જોઈ થઈ જશો મંત્રમુગ્ધ
આજના સમયમાં દુનિયાની મોટાભાગની નદીઓ પ્રદૂષિત જોવા મળી રહી છે. ખાસ કરીને ભારતની નદીઓની દુર્દરશા બહુ ખરાબ છે. જો કે આપણા ભારતમાં છે એક ખુબ જ સ્વચ્છ પાણી ધરાવતી નદી. મેઘાલયમાં આવેલી ઉમનગોત નદીને સાફ નદીનું ટેગ આપવામાં આવ્યું છે. નદી એટલી સાફ છે કે હોળી પર સવાર થતાં એવું લાગે કે કાચ પર હોળી ચાલી રહી છે.
મેઘાલયમાં આવેલી ઉમનગોત નદી ભારતની એકદમ સાફ અને સ્વચ્છ નદી છે. આ નદીમાં રહેલું પાણી એકદમ ક્રિસ્ટલ ક્લીયર છે. આ નદી ડૌકીના નામે પ્રસિદ્ધ છે. પ્રવાસીઓએ શેર કરેલી તસ્વીરથી સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા થઈ. જેમાં લોકો તો પહેલા આ નદી બાલી અથવા થાયલેન્ડની હોવાનું જણાવી રહ્યાં હતા. જો કે તસ્વીર શેર કરનારે જણાવ્યું કે આ નદી ભારતના મેઘાલયમાં આવેલી ડૌકી નદી છે. આ નદી ભારત-બાંગ્લાદેશ બોર્ડર પાસે આવેલા એશિયાના સૌથી સ્વચ્છ મોયલનનોંગ ગામથી પસાર થાય છે. આ નદી બાંગ્લાદેશમાં વહેતા પહેલા જ્યન્તિયા અને ખાસી હિલ્સ વચ્ચેથી પસાર થાય છે.
તસ્વીરમાં જોઈ શકાય છે કે નદી એટલી સાફ છે કે પાણીની અંદર રહેલી જીવ સૃષ્ટિ તેમજ પથ્થરો સાફ જોઈ શકાય છે. નદીની અંદર આવેલી માછલીઓ અને મોતી જેવા નાના પથ્થરો સાફ જોઈ શકાય છે. આ સાફ નદીના આહલાદક દ્રશ્યો એટલા સુંદર છે કે કોઈ પણ વ્યક્તિનું મન પ્રકુલ્લિત થઈ જાય તેમજ પ્રાકૃતિક વાતાવરણનો અનુભવ થાય છે. નવેમ્બરથી એપ્રિલ મહિનામાં અહીંનું વાતાવરણ માણવાલાયક છે.
ખાસ વાત એ છે કે નદીમાં ખુબ મોટી સંખ્યામાં સુંદર માછલીઓ છે. ઠંડીની ઋતુમાં આ માછલીઓ વધુ સુંદર દર્શાય છે. અહીં આવતા દરેક પ્રવાસીઓને કહેવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની ગંદકી કરે નહીં. જો કોઈ પ્રવાસી ગંદકી ફેલાવે છે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે.
પ્રકૃતિના ખોળેથી પસાર થાય છે આ સુંદર નદી, જોઈને મન થઈ જશે એકદમ પ્રકુલિત. 2003માં મોયલનગોંગ ગામને ગોડ્સ ઓફ ગાર્ડનનો દરજ્જો મળ્યો હતો. અહીં નદીની સાફ સફાઈ સિવાય વધુ એક વસ્તુ પર લોકોનું ધ્યાન આકર્ષિત થાય છે. એ છે કે અહીં 100 ટકા સાક્ષરતા છે.