World Cup: વનડે વિશ્વકપના 5 એવા વર્લ્ડ રેકોર્ડ, જે આ વખતે પણ તોડવા મુશ્કેલ

Sat, 30 Sep 2023-6:59 pm,

વિશ્વકપની એક એડિશનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ મહાન ભારતીય બેટર સચિન તેંડુલકરના નામે છે. સચિને વર્લ્ડ કપ 2003માં 11 મેચમાં 673 રન ફટકાર્યા હતા. આ રેકોર્ડ તોડવો અન્ય બેટર માટે મુશ્કેલ લાગી રહ્યો છે.

વનડે વિશ્વકપના આજ સુધીના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ આ વખતે પણ તૂટે તેમ લાગી રહ્યું નથી. આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ગ્લેન મેક્ગ્રા ટોપ પર છે. વિશ્વકપમાં મેક્ગ્રાએ સૌથી વધુ 71 વિકેટ લીધી છે. એક્ટિવ પ્લેયર્સમાં ઓસ્ટ્રેલિયાનો મિચેલ સ્ટાર્ક (49 વિકેટ) પાંચમાં સ્થાને છે. 

વનડે વિશ્વકપમાં સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ રિકી પોન્ટિંગના નામે છે. તેણે 46 મેચ આ આઈસીસી ઈવેન્ટમાં રમી છે, તેવામાં આ વિશ્વ રેકોર્ડને તોડી શકતો આ વખતે પણ અશક્ય છે.

વિશ્વકપમાં સૌથી ધીમી ઈનિંગનો રેકોર્ડ લગભગ ક્યારેય તૂટશે નહીં. 1975ના વિશ્વકપમાં સુનીલ ગાવસ્કરે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 174 બોલમાં અણનમ 36 રન બનાવ્યા હતા. આ ક્રિકેટ ઈતિહાસની સૌથી ધીમી ઈનિંગ છે. 

વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટર ક્રિસ ગેલના નામે વનડે વિશ્વકપના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ છે. ક્રિસ ગેલે વનડે વિશ્વકપની મેચોમાં સૌથી વધુ 49 સિક્સ ફટકારી છે, આ રેકોર્ડ તોડવો મુશ્કેલ લાગી રહ્યો છે. એક્ટિવ પ્લેયર્સમાં રોહિત શર્મા (23 સિક્સ) પણ ખુબ પાછળ છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link