પ્લાસ્ટીક મુક્તિ અને મહત્તમ વીજ બચત માટે ‘ગુજરાત પોલીસ’ની અનોખી પહેલ

Mon, 28 Oct 2024-8:07 pm,

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ ઉર્જા વિભાગની મદદથી તમામ જિલ્લાઓમાં ગુજરાત પોલીસ વિભાગની કાર્યરત ઇમારતોના છત ઉપર સોલાર પેનલ ઇન્સ્ટોલેશન કરાવી મહત્તમ વીજ બચત કરવામાં આવશે. 

ગાંધીનગર સ્થિત પોલીસ ભવનની ઇમારતના છત ઉપર તથા ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે વિવિધ બેરેક, તાલીમ સેન્ટર સહિતની ૧૨ ઇમારતોમાં મળી ૨૩૭ કિલો વૉટ જેટલી ક્ષમતા ધરાવતી સોલર રૂફ્ટોપ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવામાં આવી છે. 

તે ઉપરાંત કેટલાક જિલ્લાઓમાં પોલીસ અધિક્ષકની કચેરી ખાતે સોલાર પેનલ ઇન્સ્ટોલેશન કામગીરી ચાલી રહી છે અને અન્ય કચેરીઓમાં પણ તબક્કાવાર આ કામગીરી ચાલુ થશે. જેનાથી આગામી સમયમાં સરકારને કરોડો રૂપિયાની બચત થશે. એટલુ જ નહિ, આ પહેલથી પર્યાવરણનું રક્ષણ થવાની સાથોસાથ કુદરતી સંસાધનોનો વ્યય અટકશે અને તેનો મહત્તમ સદઉપયોગ થશે.

ગો ગ્રીન- ગ્રીન ગુજરાતના સંકલ્પ સાથે ગુજરાત પોલીસે વધુ એક પહેલ કરી છે, જેમાં ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે મુખ્ય સંકુલમાં જ એક પ્લાસ્ટીક બોટલ ક્રશર મશીન મુકવામાં આવ્યુ છે. પ્લાસ્ટીક બોટલને ગમે ત્યાં ન ફેંકીને તેને આ મશીનમાં ક્રશ કરી સ્થળ પર જ પ્લાસ્ટીક બોટલ વેસ્ટ નિકાલ કરવા પોલીસે સંકલ્પ લીધો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link